________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭]
૧૦૧ અંતરએકાગ્ર થઈને પ્રલીન થાય છે તે કાર્યપરમાત્મા થાય છે, અથવા જેને અહીં દેવ કીધા છે એવો દેવ થાય છે. જુઓ, અહીં એકલા થાવું હોય તેણે એકનો આશ્રય કરવાની વાત છે. “મૂલ્પમસિવો રહેતુ.' એમ સમયસારની અગિયારમી ગાથામાં આવ્યું ને? મતલબ કે ભૂતાર્થ ત્રિકાળ નિરાવરણ નિત્યાનંદસ્વરૂપ આત્મા છે તેનો જે અંદર આશ્રય લે છે તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે. જેમ લીંડીપીપરમાં ચોસઠ પહોરી તીખાશ અંદર ભરી છે તે પ્રગટ થાય છે તેમ શરીરપ્રમાણ આત્મા જે ક્ષેત્રથી દેખાય છે તે પૂર્ણ જ્ઞાન ને આનંદનું ભરેલું તત્ત્વ છે ને તે પૂર્ણ અંતરએકાગ્ર થઈ લીન થતાં પ્રગટ થાય છે. આ કાર્યપરમાત્મા થવાની રીત છે. માળો મૂઢ પીપરને તો માને છે, પરંતુ આત્માને માનતો નથી !
અહાહા...! મારો આનંદ મારામાં પૂરો છે, મારા આનંદ માટે મને કોઈ બીજાની જરૂર–ગરજ નથી. અરે, શુભ વિકલ્પનીય જરૂર નથી. બસ, એ તો સ્વરૂપથી ત્રિકાળી આનંદ છે તેનો સ્વીકાર થતાં જ આનંદ આવે છે. સૂક્ષ્મ વાત પ્રભુ! કહે છે-જે શક્તિરૂપે અંદર કારણપરમાત્મા આનંદમય છે તેની અંતરએકાગ્રતા કરતાં, તેનો આશ્રય કરતાં, તેની ભાવના કરતાં, તેમાં લીન થતાં તે વ્યક્તિરૂપે આનંદમય કાર્યપરમાત્માપણે પ્રગટ થાય છે. આ એનો ઉપાય છે. વચ્ચે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ આવે, પણ તે ઉપાય નથી. એ તો બીજી ચીજ છે. સમજાણું કાંઈ...?
અહા! ભગવાન આત્મા અનંત-અનંત ગુણ-શક્તિનો પિંડ છે. જેમ ઘરે મહેમાન આવ્યા હોય તેને નવી નવી વાનગીઓ જમવામાં આપે. તેમ નિજ આત્માને ઘરે જતાં તેને અવનવી વાનગીઓ મળે છે. અહાહા..! અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા ઇત્યાદિ શક્તિની વ્યક્તિરૂપ અનંતી અવનવી વાનગીઓ તેને મળે છે. અહાહા...! જેવું શક્તિમાં પરમાત્મપદ છે તેવું વ્યક્તમાં આવે છે. પણ ક્યારે ? તેનો સ્વીકાર કરી અંદર ઘરમાં એકાગ્ર થઈ રહે ત્યારે. માટે ભગવાન! નિજ આત્મામાં-ઘરમાં જા તો તને કેવળજ્ઞાન ને અનંત આનંદ પ્રાપ્ત થશે.
પણ એને હું આવડો મોટો છું એમ વિશ્વાસ આવતો નથી. બીજો કોઈ મોટો છે એમ વિશ્વાસ આવે પણ... (પોતાનો ન આવે.) તેથી તો લોકોએ પોતાનું બધું ઈશ્વરને સોંપી દીધું છે. એમ કે ઈશ્વર સૌથી મોટા છે, ને તે જ કર્તા-હર્તા છે. અહીં કહે છે-પ્રભુ! તું જ પોતે ઈશ્વર છો, સાંભળને! એ ઈશ્વરતો એના ઈશ્વર છે; એ તારા ઈશ્વર ક્યાંથી આવ્યા? અરે ! અજ્ઞાની જીવોની એવી ભ્રમણા છે કે ઈશ્વર બધું કરે-આપણને મોક્ષય આપે ને આપણને સંસારમાં રખડાવે. પરંતુ ભાઈ, જો એમ જ હોય તો તારું અસ્તિત્વ ક્યાં ગયું? ને તારા હાથમાં શું રહ્યું?
અહાહા...! તું પોતે જ ઈશ્વર પૂર્ણાનંદ પ્રભુ પરમેશ્વર છો. “તું તને પરમેશ્વર તરીકે સ્થાપ”—એમ આવે છે ને ? દીપચંદજીએ કહ્યું છે કે તું તને પહેલેથી પરમેશ્વર તરીકે સ્થાપ; કેમકે એવી પરમેશ્વરની પૂર્ણશક્તિ ભગવાન આત્મામાં છે. માટે હું પોતે પ્રભુ છું, મારા માથે કોઈ બીજો પ્રભુ નથી, ને હું બીજાનો પ્રભુ નથી. અહા ! જ્યાં બધા જ પ્રભુ છે ત્યાં કોણ કોનો પ્રભુ હોય ?
અહીં કહે છે-ભગવાન આત્મા શક્તિરૂપે, સામર્થ્યરૂપે, સનું જે સત્ત્વ છે તે રૂપે સ્વભાવથી કારણપરમાત્મા જ છે. તો તેને જે ભાવે છે, અર્થાત્ તેનો જે આશ્રય કરે છે-વ્યવહારનો કે વિકલ્પનો આશ્રય નહિ હો પણ એક કારણ પરમાત્માનો જ જે આશ્રય કરે છે–તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ ને આનંદમય થાય છે. લ્યો, આ કરવાનું છે, કેમકે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com