________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧OO
[નિયમસાર પ્રવચન એકલું ન હશો.) પણ ભાઈ ! અહીં મુનિરાજ કહે છે કે તું ત્રણે કાળ એકલો છો. પરદ્રવ્ય વિનાનો ભગવાન! તું એકલો જ છો. અવસ્થામાં જે રાગ છે તેને દષ્ટિમાંથી કાઢી નાખ તો એકલો આનંદ જ તું છો. ગજબ વાત છે!
અરે, બહુ બહુ તો તું કરે છે શું? પરને પોતાથી એકપણે માને છે. પણ તેથી તે પર તારા થાય છે? ના; વળી તું રાગને પોતાથી એકપણે માન. પણ એય તારા રૂપે થતા નથી. તેથી એ પ્રમાણે જૂઠી માન્યતામાં ને માન્યતામાં હું રાગ છું, હું દેહ છું એમ તને થાય છે, અર્થાત્ તું એક ફીટીને (માન્યતામાં) બે થયો છે. અહા ! ત્રિકાળ આનંદમૂર્તિ એક નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્મા દેહ ને પુણ-પાપના વિકલ્પના એત્વમાં એક ફીટીને બે થઈ બગડે છે. બગડે બે; સમજાણું કાંઈ? પણ અહા ! એને આ કેમ બેસે? સવારમાં બે સિગારેટ પીવે ને બે કપ ચા પીવે ત્યારે તો ભાઈ–સાહેબને માંડ સ્કૂર્તિ આવે છે, આવાં જ્યાં એનાં અપલખણ છે ત્યાં હું એકરૂપ આનંદમૂર્તિ આત્મા છું એમ માનવું એને મહા કઠણ પડે. અહા ! એમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ ભાઈ !
આ લીંડીપીપર નથી આવતી? તે કદમાં નાની ને રંગે કાળી હોય છે. એ લીંડીપીપરમાં શક્તિરૂપે અંદર ચોસઠ પોરી તીખાશ ભરી છે. તેને ઘસતાં તેમાંથી ચોસઠ પહોરી તીખાશ પ્રગટે છે, તો તે ક્યાંથી પ્રગટે છે? શું બહારથી પ્રગટે છે? ના, શું પથરામાંથી પ્રગટે છે? પથરામાંથી પ્રગટતી હોય તો કોલસા ઘસે ને? અહા ! એ તો પૂરણ-ચોસઠ પહોરી-રૂપિયે-રૂપિયો તીખાશ સત્ત્વરૂપે લીંડીપીપરમાં ભરી છે, ને લીલો રંગ પણ અંદર પૂરો ભર્યો છે તે પોતાના કારણે અને ઘસવાના નિમિત્તે પ્રગટ થાય છે. અહા ! લીંડીપીપર જેમ સ્વભાવથી ચોસઠ પહોરી તીખાશની તાકાત રાખે છે તેમ અહીં કહે છે ભગવાન આત્મા સ્વભાવથી નિજસત્ત્વના સામર્થ્યરૂપે પરમાત્મા જ છે. અહા ! કીડીનો આત્મા હો કે કુંજરનો, નિત્યાનંદ એકરૂપ જેનો સ્વભાવ છે એવો પ્રત્યેક આત્મા ભગવાનસ્વરૂપ-પરમાત્મસ્વરૂપ જ છે. આ બટાટા હોય છે ને? તેની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે, ને એકેક શરીરમાં અનંત નિગોદિયા જીવ છે. અહા ! તે પ્રત્યેક જીવ, અહીં કહે છે, શક્તિએ પૂર્ણાનંદ-
નિત્યાનંદ પ્રભુ પરમાત્મા છે. આત્મા શક્તિપણે સ્વભાવથી જ પરમાત્મા છે તેથી તેને “કારણપરમાત્મા' કહે છે. આ પ્રમાણે દરેક આત્મા આનંદની કાર્યદશાના કારણરૂપે પરમાત્મા જ છે.
પ્રશ્નઃ કારણપરમાત્મા હોય તો કાર્ય આવવું જોઈએ ને?
સમાધાન: હા; કોણ ના કહે છે? સાંભળને બાપા! પણ તું તેનું કારણ બનાવે ત્યારે કાર્ય આવે ને? કારણ તો છે જ, પણ તેને દષ્ટિમાં લઈને કારણ બનાવે ત્યારે કાર્ય થાય ને? અહાહા....! મારી કારણશક્તિ પૂર્ણ છે, હું પૂર્ણ કારણપરમાત્મા છું એમ અંતર્મુખ થઈ સ્વાનુભવમાં પ્રતીતિ કરે ત્યારે પર્યાયમાં આનંદનું કાર્ય આવે જ આવે છે; પણ જ્યાં એની સત્તાનો સ્વીકાર જ નથી ત્યાં એણે કારણ ક્યાં માન્યું છે? ને તો કાર્ય પણ ક્યાંથી આવે?
અહાહા..! કહે છે-“દરેક આત્મા શક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય જ છે તેથી દરેક આત્મા કારણપરમાત્મા છે; જે કારણપરમાત્માને ભાવે છે–તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાએ નિરાવરણ અને આનંદમય થાય છે અર્થાત્ કાર્યપરમાત્મા થાય છે.” અહા ! જે કારણપરમાત્માને ભાવે છે અર્થાત્ હું નિરાવરણ નિત્યાનંદસ્વરૂપ છું એમ સ્વીકારી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com