________________
૭ ]
૯૯
તીર્થંકર દેવ સમૃદ્ધ છે. આ દુનિયામાં નથી કહેતા કે એમને હામ, દામ ને ઠામ-બધુંય છે!–એમ ત્રણ વાત લૌકિકમાં કહેવાય છે. તો, હામ એટલે ભારે હિંમતવાળા, દામ એટલે ઘણા પૈસા-લક્ષ્મીવાળા, ને ઠામ એટલે સરસ મઝાના બંગલા-જમીનવાળા. પણ એ તો બધી ધૂળની ધૂળ બાપુ! એ ક્યાં એનામાં છે? અહીં ભગવાનને તો હામ-દામ-ઠામ-બધુંય આત્મામાં વસે છે. હામ એટલે અનંત વીર્ય-પુરુષાર્થ, દામ એટલે અનંત જ્ઞાન-દર્શન-આનંદની લક્ષ્મી અને ઠામ એટલે અસંખ્ય પ્રદેશી નિજક્ષેત્ર. લ્યો, આવા અલૌકિક વૈભવથી ભગવાન સમૃદ્ધ છે. ઓહો...! બહારમાં સમવસરણ આદિ લક્ષ્મી ને અંતરંગમાં જ્ઞાનદર્શન ને પરમાનંદ આદિ લક્ષ્મી-એવા અલૌકિક વૈભવથી ભગવાન સમૃદ્ધ છે. સમજાય sis...?
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૭
હવે કહે છે–‘ એવા જે પરમાત્મા...' હવે એવા પરમાત્મા કેમ થયા એની વ્યાખ્યા કરે છે. અહાહા...! એ આત્મામાંથી ૫રમાત્મા કેમ થયા તે કહે છે. તેઓ પહેલાં ( અનાદિથી ) બહિરાત્મા હતા, પછી અંતરાત્મા થઈને પરમાત્મા થયા. તો તેવો પરમાત્મા કેવી રીતે થયા એ બતાવીને બીજા જીવોને પરમાત્મા કેમ થવાય તેનો નિર્દેશ કરે છે. અહો ! ટીકાકારની શું ગજબની વ્યાખ્યા છે!
કહે છે–‘ એવા જે પરમાત્મા-એટલે કે ત્રિકાળનિરાવરણ, નિત્યાનંદ-એકસ્વરૂપ નિજ કા૨ણપ૨માત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્યપ૨માત્મા, તે જ ભગવાન અર્હત્ ૫રમેશ્વર છે.’
શું કહે છે? જુઓ નીચે ફૂટનોટમાં ખુલાસો કીધો છેઃ
‘નિત્યાનંદ-એકસ્વરૂપ = નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ એવા.' અહા ! ભગવાન આત્માનું નિત્ય આનંદ જ એક સ્વરૂપ છે. આ પર્યાયમાં જે દુઃખ ને રાગાદિ છે તે કાંઈ ત્રિકાળી આત્માની ચીજ ( –સ્વરૂપ ) નથી. અહા! આત્મા કે જેને અહીં કા૨ણપ૨માત્મા કહ્યો છે ને જેમાંથી કાર્યપરમાત્મા પ્રગટ થાય છે તે ત્રિકાળ નિત્યાનંદસ્વભાવી જ છે.
કહે છે–ભગવાન! તું નિત્યાનંદસ્વભાવી છો. અહા! બધાય આત્મા એવા જ છે. આ વર્તમાન પર્યાયમાં પુણ્ય-પાપ, વિકાર ને દુ:ખ છે તે તો કૃત્રિમ છે, નિજસ્વરૂપ નથી. માટે હવે આમ ગુલાંટ ખાતો આત્મા નિત્યાનંદસ્વરૂપ જ જણાશે. અહા! આનંદની ઉલટી દશા-વિકૃત અવસ્થા વર્તમાનમાં છે તે એમ સૂચવે છે કે તેનાથી ઉલટી આનંદશક્તિ આત્મામાં છે.
અહાહા...! નિત્યાનંદ-એકસ્વરૂપ અર્થાત્ આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવો ભગવાન આત્મા છે. કોને ? કે પ્રત્યેક આત્માને. અહા! પ્રત્યેક આત્માનો અંદર ત્રિકાળી ભાવ (–સ્વભાવ ) આવો છે. પણ માપનાં કાટલાં જ ખોટાં ત્યાં સાચું માપ કઈ રીતે આવે? અહા ! હું આવો છું એમ કયા માપે માપવું ( -જાણવું ) ? એમ અજ્ઞાનીને થાય છે. તો કહે છે-ભાઈ, તું અનુમાન કર તો ખબર પડશે કે આત્મા ત્રિકાળ નિરાવરણ, નિત્યાનંદમય જ છે. અહા ! જેમણે ૫૨માત્મપદ પ્રગટ કર્યું તેમને તે ક્યાંથી આવ્યું ? શું અદ્ધરથી આવ્યું? ના; જે ત્રિકાળી નિત્યાનંદસ્વરૂપ તેમાંથી આવ્યું છે. અથવા વર્તમાનમાં દુઃખ, અણગમો લાગે છે તે વિકૃત દશા કોની છે? અહા ! એ ત્રિકાળ આનંદસ્વરૂપ છે તેની વિકૃત-ઉલટી દશા છે. માટે, એ પુણ્ય-પાપના વિકૃત ભાવથી ભિન્ન અંદર પ્રભુ આત્મા એકલા આનંદનો દરિયો છે, એકલો આનંદ-અમૃતનો માવો છે એમ કહે છે. સમજાણું કાંઈ ?
કેટલાક બોલે છે ને કે–વનમાં એકલું ઝાડેય ન હજો ?' (એમ કે કુટુંબ-પરિવાર વિના કોઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com