________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૯૮
ઘાત કરનારાં ઘાતિકર્મો છે એમ જે કહ્યું છે એ નિમિત્તનું કથન છે. ભાઈ, આ કયા નયનું કથન છે તે જાણી આનો બરાબર અર્થ સમજવો જોઈએ.
અહા ! આત્માના જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણો છે. તેથી તેના જેવી જ તેની વર્તમાન પ્રગટ પર્યાય-દશા થવી જોઈએ. છતાં પણ તેમ ન થતાં, પોતાના અપરાધથી તેમાં અશુદ્ધ પરિણમન થાય છે, અને તેમાં એ ઘાતિકર્મો નિમિત્ત છે; તેથી તેને ‘ઘાત કરનારાં ઘાતિકર્મો' કહેવામાં આવે છે. જ્ઞાનને આવરણમાં-ઘાતમાં જ્ઞાનાવરણીયકર્મ નિમિત્ત છે, દર્શનને આવરણમાં દર્શનાવરણીયકર્મ નિમિત્ત છે, વીર્યને આવરણમાં અંતરાયકર્મ નિમિત્ત છે, અને શ્રદ્ધા ને ચારિત્રને આવરણમાં મોહનીયકર્મ નિમિત્ત છે. પોતાની અશુદ્ધ દશા પોતાથી-પોતાના અપરાધથી છે, તેમાં ઘાતિકર્મો નિમિત્ત છે બસ.
હવે કહે છે–‘તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી (-કાંઈ બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી ) જે નિઃશેષદોષરહિત છે...’
જોયું ભગવાન સર્વદોષરહિત છે. પાઠમાં ‘બિપ્સેસવોસરહિયો' છે ને? મતલબ ભગવાનને સર્વ દોષો નાશ પામી તેઓ નિ:શેષદોષરહિત થયા છે. તેમણે ચાર ઘાતિકર્મોનો કાંઈ પણ બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી તેઓ ‘નિઃશેષદોષરહિત’ છે. ‘ણમો અરિહંતાણમ્' કહે છે ને? અરિ નામ કર્મઘાતિકર્મ–તેમનો ભગવાને નાશ કર્યો છે, હણ્યા છે; તેથી તે અરિહંત છે.
હવે કહે છે– અથવા પૂર્વ સૂત્રમાં (છઠ્ઠી ગાથામાં) કહેલા અઢાર મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે નિ:શેષદોષરહિત કહેવામાં આવ્યા છે,
પહેલાં છઠ્ઠી ગાથામાં ક્ષુધા, તૃષા, આદિ અઢાર દોષ કીધા ને? તેમને નિર્મૂળ અર્થાત્ મૂળમાંથી ઉખાડી નાખીને નાશ કર્યા હોવાથી ભગવાન નિ:શેષદોષરહિત છે. આ જૈન પરમેશ્વર કેવા હોય તેની વાત છે. તો, કહે છે–
‘ અને જે સકવિમળ ( –સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન-કેવળદર્શન, પરમવીતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે;...
જુઓ, આ વૈભવ ! બાકી આ તમારા બાગ-બંગલા ને હજીરા એ તો ધૂળના વૈભવ છે, ધૂળેય તારા વૈભવ નથી. એ તો તેં કલ્પનાથી માન્યા છે કે મારા છે, પણ તારા ક્યાં છે? તારા તો જ્ઞાન ને આનંદ છે. ઓહો...! અહીં કહે છે-ભગવાન પરમ વીતરાગી નિર્દોષ આનંદ અને અત્યંત નિર્મળ કેવળજ્ઞાન, કેવળદર્શન ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે. અહા! ભગવાનને ૫૨મ નિર્દોષ આનંદ પ્રગટ થયો છે.
હા, પણ અજ્ઞાનીઓ પણ બહારમાં આનંદ માને છે?
એ તો દુઃખને આનંદ માને છે. રાગી જીવો જે દુઃખ જ છે તેને કલ્પનાથી આનંદ માને છે; બાકી બહારમાં આનંદ ક્યાં છે? આનંદમૂર્તિ તો નિજ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે, અને તેને પામીને ભગવાન ૫૨મ વીતરાગી નિર્દોષ અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત થયા છે. સમજાય છે કાંઈ...? શ્રીમમાં આવે છે કે
“નિર્દોષ, સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે...'
અહીં કહે છે-પૂરણ જ્ઞાન, દર્શન ને નિર્દોષ આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી ભગવાન કેવળી Please inform us of any errors on rajesh@AtmaDharma.com