________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
८०
જે શત્રુ-મિત્રમાં સમાન ભાવવાળો છે, સુખદુઃખમાં કે નિંદા-પ્રશંસામાં એક વૃત્તિવાળો છે, લોખંડ અને સુવર્ણને સમાન ગણે છે તથા જીવન-મરણમાં જેને સમભાવ છે, તે રીતે મુનિ સમભાવવાળો કહેવાય છે. ૧૨૩
मणु मिलियउ परमेसरहँ परमेसरु वि मणस्स ।
बीहि वि समरसिहूवाहँ पुज्ज चडावउँ कस्स ।। १२३-२।। मनः मिलितं परमेश्वरस्य परमेश्वरः अपि मनसः । द्वयोरपि समरसीभूतयोः पूजां समारोपयामि कस्य ।। १२३-२।। મન ૫૨મેશ્વરશું મળ્યું, પરમેશ્વર મનલીન; બન્ને સમ૨સી એક ત્યાં, કોને પૂજું ? અભિન્ન. ૧૨૩-૨ વિકલ્પરૂપ મન ભગવાન આત્મારામમાં મળી ગયું-એટલે આત્મામાં લીન થઈ ગયું અને આત્મારામ પરમેશ્વર મનમાં મળી ગયા તેથી બન્ને એકમેક થઈ ગયા તો હવે હું કોને પૂજાની સામગ્રી ચઢાવું-અર્થાત્ કોની પૂજા કરું ?
જોકે વ્યવહા૨નયથી ગૃહસ્થાવસ્થામાં વિષય-કષાય તથા દુર્ધ્યાનને દૂર કરવાને અને ધર્મની વૃદ્ધિને અર્થે પૂજા અભિષેક આદિ વ્યવહાર છે તોપણ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થયેલા જીવોને તે સમયે બાહ્ય વ્યાપારનો અભાવ છે તેથી ઉપરોક્ત ક્રિયાઓ ત્યાં નથી અર્થાત્ દ્રવ્યપૂજાનો ત્યાં પ્રસંગ નથી; પણ ભાવપૂજામાં તન્મયતા છે. ૧૨૩–૨
जेण णिरंजणि मधु धरिउ विसय कसायहिं जंतु । मोक्खहँ कारणु एत्तडउ अण्णु ण तंतु ण मंतु ।। १२३ - ३ ।। येन निरञ्जने मनः धृतं विषयकषायेषु गच्छत्। मोक्षस्य कारणं एतावदेव अन्यः न तंत्रः न मन्त्रः ।। १२३ -३।। વિષય કષાયે મન જંતુ, ધર્યું નિરંજન માંહિ;
મોક્ષ હેતુ બસ એ ખરો, મંત્રતંત્ર ૫૨ નાંહિ. ૧૨૩-૩
જેણે વિષય-કષાયમાં જતું પોતાનું મન રોકીને જો નિરંજન ૫રમાત્મસ્વરૂપમાં ધારણ કર્યું તો એ જ મોક્ષનું કારણ છે. અન્ય તંત્ર તથા મંત્ર આદિ મોક્ષનાં કારણ નથી. પરમાત્મસ્વરૂપમાં પોતાનું મન રહે તે જ મોક્ષનું મુખ્ય કારણ છે. તંત્ર શાસ્ત્ર અથવા ઔષધિ અને મંત્ર એટલે મંત્રાક્ષરો.
જે કોઈ આસન્નભવ્ય જીવ, શુદ્ધ આત્મભાવનામાં વિઘ્નભૂત એવા વિષય
કષાયોમાં કે પરભાવોમાં જતા મનને વીતરાગ નિર્વિલ્પ સ્વસંવેદન જ્ઞાનના બળથી પાછું વાળીને નિજ શુદ્ધત્મદ્રવ્યમાં સ્થિર, સ્થાપન કરે છે, તે જ મોક્ષ પામે છે, પણ અન્ય મંત્રતંત્રથી બળવાન હોય તોપણ મોક્ષને પામે નહિ. ૧૨૩-૩
સમાસ પ્રથમ મહાધિકાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com