________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૮૧
દ્વિતીય મહાધિકારમોક્ષમાર્ગ
શિષ્ય પ્રશ્ન કરે છે
सिरिगुरु अक्खहि मोक्खु महु मोक्खहँ कारणु तत्थु । मोक्खहँ केरउ अण्णु फलु जें जाणउँ परमत्थु ॥१॥
श्री गुरो आख्याहि मोक्षं मम मोक्षस्य कारणं तथ्यम् । मोक्षस्य सम्बन्धि अन्यत् फलं येन जानामि परमार्थम्।। १।।
શ્રી ગુરુ, મોક્ષ કહો મને, મોક્ષ હેતુ સત્યાર્થ; મોક્ષ સંબંધી ફળ વળી જેથી લઠ્ઠું ૫૨માર્થ. ૧
· શ્રીમદ્ સદ્ગુરુ, કૃપા કરીને આપ મને મોક્ષ, મોક્ષનું યથાર્થ કારણ તથા મોક્ષનું ફળ કહો કે જેથી હું ૫૨માર્થને જાણું.
શ્રી પ્રભાકર ભટ્ટ આચાર્યશ્રી યોગીન્દુદેવને વિનયભાવે પ્રાર્થના કરે છે કે હું શ્રીમદ્દ સદ્દગુરુદેવ, આપ મને મોક્ષ, મોક્ષનું વાસ્તવિક કારણ તથા તેનું ફળ કહો જેથી તેનો ૫રમાર્થ જાણનાર થાઉં. આ દોહરામાં શિષ્યે ત્રણ પ્રશ્ન
પૂછયા છે. ૧
આચાર્ય ક્રમપૂર્વક સમાધાન કરે છે
जोइय मोक्खु वि मोक्ख-फलु पुच्छिउ मोक्खहँ हेउ । सो जिण-भासिउ णिसुणि तुहुँ जेण वियाणहि भेउ ।।२।।
योगिन् मोक्षोऽपि मोक्षफलं पृष्टं मोक्षस्य हेतुः । तत् जिनभाषितं निशृणु त्वं येन विजानासि भेदम् ।।२।।
યોગિન, પૂછ્યો મોક્ષ તેં, મોક્ષહેતુ ફળ તેમ; જિન-ભાષિત સુણ તે કહું, જાણે ભેદ તું જેમ. ૨
હૈ યોગી, તેં મોક્ષ, મોક્ષનું ફળ તથા મોક્ષનું કારણ એમ ત્રણ વાતો પૂછી છે. તો ભગવાન જિનેન્દ્ર કહ્યા પ્રમાણે તે સાંભળ જેથી તું ભેદને જાણે.
શ્રી યોગીન્દુદેવગુરુ પ્રભાકર ભટ્ટને કહે છે કે હું યોગી, શુદ્ધ સહજ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષ, કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયનું પ્રગટવું તે રૂપે મોક્ષફળ અને નિશ્ચય વ્યવહાર રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એમ ત્રણેને ક્રમપૂર્વક જિન આજ્ઞા પ્રમાણે તને કહીશ. તેને તું મનમાં ધારણ કર કે જેથી યથાર્થ ૫૨માર્થ ૨હસ્યને તું જાણીશ. ૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com