________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७८ રાગે રંજિત હૃદયમાં, દીસે ન દેવ પ્રશાંત;
મલિન દર્પણ ના દીસે, -બિંબ સમજ નિર્ભીત. ૧૨૦
જેમ મલિન દર્પણમાં પોતાનું મોટું દેખાતું નથી તેમ રાગથી રંગાયેલા ચિત્તમાં શાંત પરમાત્મા દેખાતા નથી એમ તું સંદેહરહિત જાણ.
દેદીપ્યમાન સૂર્ય આકાશમાં પ્રત્યક્ષ હોય છે છતાં વાદળાંઓથી ઢંકાઈ જવાથી તે દેખાતો નથી તેમ જ શક્તિપણે કેવલજ્ઞાનાદિ અનંતગુણોયુક્ત આત્મા આ શરીરમાં વિદ્યમાન છે. પણ કામ-ક્રોધાદિરૂપ વાદળાંને લીધે તે દેખાતો નથી. માટે મુમુક્ષુઓએ કામાદિ વિકારોને જીતી નિજ શુદ્ધાત્માનો અનુભવ કરવો જોઈએ. ૧૨૦ વિષયાસક્ત જીવોને પરમાત્માનાં દર્શન થતાં નથી
जसु हरिणच्छी हियवडए तसु णवि बंभु वियारि। एक्कहिं केम समंति वढ बे खंडा पडियारि।।१२१।। यस्य हरिणाक्षी हृदये नैव तस्य ब्रह्म विचारय। एकस्मिन् कथं समायातौ वत्स द्वौ खडगौ प्रत्याकारे।। १२१ ।। મૃગાક્ષી જેને ઉર વસે, ત્યાં નહિ બ્રહ્મા, વિચાર;
મ્યાન એકમાં બે અસિ, વત્સ રહે કયમ? ધાર. ૧૨૧
જે પુરુષના મનમાં હરિણાક્ષી (સ્ત્રી) નિવાસ કરે છે, ત્યાં બ્રહ્મનો નિવાસ એટલે તે પુરુષને શુદ્ધાત્માની પ્રાપ્તિ ક્યાંથી થાય? એમ તું વિચાર કર. હે વત્સ, એક મ્યાનમાં બે તરવાર કેવી રીતે રહી શકે ?
- સ્ત્રી આદિના રૂપ જોવાની ઇચ્છા આત્માને આકુળતા ઉત્પન્ન કરનાર તથા અશુભ પરિણામનું કારણ છે તેથી જે પ્રાણી તેનું રૂપ જોવાને ઇચ્છે તેના હૃદયમાં નિર્વિકલ્પ સમાધિથી પ્રગટતી નિરાકુળતામય પરમાત્મભાવના કેવી રીતે હોઈ શકે? એક મ્યાનમાં બે તરવાર રહી શકતી નથી તેમ જ્યાં વિષયવિકાર છે ત્યાં બ્રહ્મવિચાર ટકી શકતો નથી. બન્નેમાં અરસપરસ વિરોધ છે તેથી બ્રહ્મવિધા અને વિષયવિનોદ એક એક ચિત્તમાં સાથે રહી શકે નહિ.
જેને બ્રહ્મવિચાર કે આત્મભાવથી અપૂર્વ આત્મશ્રેય સાધવું છે તેણે વિષય-વિકારને તજી દઈ એક શુદ્ધ સહજાત્મારૂપ બ્રહ્મમાં ચર્યા, રમણતા માટે, એક “Úહિ તૃહિ' બ્રાહ્મી વેદના, સ્વાનુભવ અમૃતરસના આલાદ માટે, પોતાના ચિત્તને બીજી સર્વ વાસનાથી રહિત શુદ્ધ-નિર્મળ કરવું જોઈએ. ૧૨૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com