________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
दह्यमाने जगत्यस्मिन् महता मोहवह्निना।
विमुक्ताविषयासंगाः सुखायन्ते तपोधनाः ।। મહામોહરૂપી અગ્નિથી ખળખળ બળતા આ સંસારમાં દેવ, નારકી, પશુ તથા મનુષ્યો બધાય દુઃખી છે. માત્ર પંચેન્દ્રિયના વિષયોની આસક્તિનો ત્યાગ કરનાર તારૂપી ધનવાળા મહા-મુનિઓ જ સુખી છે. ૧૧૭
अप्पा-दंसणि जिणवरहँ जं सुहु होइ अणंतु। तं सुहु लहइ विराउ जिउ जाणंतउ सिउ संतु।।११८ ।। आत्मदर्शने जिनवराणां यत् सुखं भवति अनन्तम्। तत् सुखं लभते विरागः जीव: जानन् शिवं शान्तम्।। ११८ ।। આત્મદર્શને જિનવરો, જે સુખ લહે અનંત;
તે સુખ લહે વિરાગી જીવ, અનુભવતાં શિવ શાંત. ૧૧૮
મુનિ અવસ્થામાં જિનેશ્વરોને આત્મદર્શનમાં જે અનંત સુખ થાય છે તે સુખને પરમાત્મરૂપ શાંત નિજસ્વરૂપને અનુભવતો એવો વૈરાગ્યવાન આત્મા પામે છે. અર્થાત વીતરાગ ભાવનામાં પરિણમેલો આત્મા અતીન્દ્રિય સુખને અનુભવે છે. ૧૧૮
जोइय णिय-मणि णिम्मलए पर दीसइ सिउ संतु। अंबरि णिम्मलि घण-रहिए भाणु जि जेम फुरंतु।। ११९ ।। योगिन् निज मनसि निर्मले परं दृश्यते शिवः शान्तः। अम्बरे निर्मल घनरहिते भानु इव यथा स्फुरन्।। ११९ ।। યોગિન, નિજ નિર્મળ મને, દીસે સ્વરૂપ શિવ શાંત;
અમલ અગન ગગને યથા, ઝલકે રવિ જ્વલંત; ૧૧૯
હે યોગી, જેમ વાદળારહિત નિર્મળ આકાશમાં દેદીપ્યમાન સૂર્ય દેખાય છે, તેમ કામ-ક્રોધાદિ વિકારરહિત પોતાના નિર્મળ ચિત્તમાં રાગાદિરહિત નિજ શુદ્ધ આત્માનું દર્શન થાય છે.
કામ-ક્રોધાદિ વિકલ્પરૂપ મેઘસમૂહનો ક્ષય થવાથી નિર્મળ ચિત્તરૂપી આકાશમાં કેવલજ્ઞાનાદિ અનંત કિરણયુક્ત નિજ શુદ્ધાત્મારૂપી સૂર્ય પ્રકાશ પામે છે. ૧૧૯
राएँ रंगिए हियवडए देउ न दीसइ संतु। दप्पाणि मइलए बिम्बु जिम एहउ जाणि णिभंतु।। १२० ।। रागेन रञ्जिते हृदये देवः न दृश्यते शान्तः। दर्पणे मलिने बिम्बं यथा एतत् जानीहि निर्धान्तम् ।। १२० ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com