________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૭૪
હે જીવ જ્યાં મતિ ત્યાં ગતિ, મ૨ણે પણ જો થાય;
તો ક૨ ના ૫૨ બ્રહ્મ વિણ, મતિ ૫૨દ્રવ્યની માંય. ૧૧૨
હું જીવ, જ્યાં તારી મતિ, મન છે, ત્યાં તારી ગતિ છે. કારણ કે મરીને તું તે ગતિને પામીશ. માટે તું એક શુદ્ધ પરબ્રહ્મને મૂકીને પરદ્રવ્યમાં મતિને, મનને ન જોડ.
શુદ્ઘ દ્રવ્યાર્થિક નયથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવવાળા વીતરાગ સદા આનંદરૂપ અતીન્દ્રિય સુખસુધામાં પરિણમેલા તથા પરમાત્મશબ્દથી કહેવા યોગ્ય એવા પોતાના શુદ્ધ સહજાત્મસ્વરૂપને તજીને ૫૨દ્રવ્યમાં તથા શરીરાદિ પરિગ્રહમાં મન ન જવા દે, એમ તાત્પર્યાર્થ છે. ૧૧૨
પરદ્રવ્ય શું છે? એમ પૂછવાથી આચાર્ય ઉત્તર આપે છે
जं णियदव्वहँ भिण्णु जडु तं पर-दव्वु वियाणि । पुग्गलु धम्माधम्मु णहु कालु वि पंचमु जाणि । । ११३ ।।
यत् निजद्रव्यात् भिन्नं जडं तत् परद्रव्यं जानीहि । पुद्गलः धर्माधर्मः नभः कालं अपि पञ्चमं जानीहि ।। ११३ ।।
જે નિજ દ્રવ્યથી ભિન્ન, જડ, તે ૫૨દ્રવ્ય પિછાણ; પુદ્ગલ ધર્માધર્મ નભ, પંચમ કાલ તું જાણ. ૧૧૩
જે આત્મપદાર્થથી જુદા જડપદાર્થ છે તેને તમે પરદ્રવ્ય જાણો અને તે પુદ્દગલ, ધર્મ, અધર્મ, આકાશ તથા પાંચમું કાલદ્રવ્ય છે. એ સર્વને પરદ્રવ્ય જાણો.
દ્રવ્ય છ છે, તેમાં પાંચ દ્રવ્ય અચેતન અને એક જીવ દ્રવ્ય જ ચેતન છે. આ બધાં દ્રવ્યો પોતાના આત્માથી જુદા છે એમ જાણો તથા જીવદ્રવ્ય પણ પરસ્પર જુદા જુદા છે એકમેક નથી. અનંતચતુષ્ટય સ્વરૂપવાળા પોતાના આત્માને જ પોતાનો સમજો. આત્માની સાથે અનાદિકાલથી રાગાદિરૂપ ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ તથા શરીરાદિ નોકર્મનો સંબંધ છે તોપણ તે બધા આ આત્માથી જુદા છે. એ પુદ્દગલાદિ પાંચ દ્રવ્ય જડ અને ૫૨ હોવાથી હેય છે. એક શુદ્ધ સહજાત્મા જ ઉપાદેય છે. ૧૧૩
વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ અગ્નિ કર્મજાળને અંતર્મુહૂર્તમાં ભસ્મ કરી નાખે છે એમ કહે છે.
जइ णिविसद्धु विकु वि करइ परमप्पर अणुराउ । अग्गी-कणी जिम कट्ठ-गिरि डहइ असेसुवि पाउ ।। ११४ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com