________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૩
હરિહર મુનિવર-વૃન્દનાં, મનમાં વસતા દેવ;
પરથી પણ પર જ્ઞાનમય, તે પરલોક સદેવ. ૧૧૦
જે આત્મદેવ મુનિઓ, ઇન્દ્ર, વાસુદેવ તથા રુદ્રોનાં હૃદયમાં નિવાસ કરે છે, ઉત્તમમાં ઉત્તમ છે તથા જ્ઞાનમય છે તે શુદ્ધાત્મા પરલોક કહેવાય છે.
પર' એટલે ઉત્કૃષ્ટ વીતરાગ ચિદાનંદ શુદ્ધ સ્વભાવવાળો આત્મા. તેનો જે લોક એટલે અવલોકન, નિર્વિકલ્પ સમાધિમાં અનુભવ કરવો, તે પરલોક શબ્દનો અર્થ છે. અથવા જેના પરમાત્મસ્વરૂપમાં એટલે કેવલજ્ઞાનમાં જીવાદિ પદાર્થો દેખાય છે, માટે તે પરમાત્માનું નામ પરલોક છે. વ્યવહારનયથી સ્વર્ગ-મોક્ષને પરલોક કહે છે. સ્વર્ગ તથા મોક્ષનું કારણ ભગવાનનો ધર્મ છે, માટે કેવલી ભગવાનને પણ પરલોક કહેવામાં આવે છે. પરમાત્માની સમાન જે પોતાનો આત્મા છે તે જ પરલોક છે, તે જ ઉપાદેય છે. ૧૧૦
सो पर वुच्चइ लोउ परु जसु मइ तित्थु वसेइ। जहिं मइतहिं गइ जीवहँ जि णियमें जेण हवेइ।।१११ ।। सः परः उच्यते लोकः परः यस्य मतिः तत्र वसति। यत्र मतिः तत्र गतिः जीवस्य एव नियमेन येन भवति।। १११ ।। જેની મતિ પરમાત્મમાં, -વસે, તેવું પરલોક;
જ્યાં મતિ ત્યાં ગતિ નિશ્ચયે, જીવની થાય વિલોક. ૧૧૧
જે ભવ્યાત્માની બુદ્ધિ પોતાના શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં વસે છે, એટલે વિષયરૂપ વિકલ્પ જાળનો ત્યાગ કરી સંવેદના જ્ઞાનમાં સ્થિર થાય છે તે પુરુષ નિયમથી પર એટલે ઉત્કૃષ્ટ જન કહેવાય છે. અર્થાત્ જેની બુદ્ધિ સ્વરૂપસ્થિત છે તે ઉત્તમ જન છે. કારણ કે જેવી બુદ્ધિ હોય છે તેવી જ જીવની ગતિ થાય છે એમ ભગવાને કહ્યું છે. તેથી જે જીવનું મન નિજ સ્વરૂપમાં સ્થિત છે તેઓને નિજ પદની પ્રાપ્તિ થાય છે, એમાં સંદેહ નથી.
જે જીવ આર્ત રૌદ્ર ધ્યાનને વશ થઈને શુદ્ધાત્મભાવનાને છોડીને રાગાદિ વિભાવ-ભાવોમાં પરિણમે છે તે દીર્ઘ સંસારી થાય છે અને જે જીવ રત્નત્રયરૂપ પરમાત્મતત્ત્વની ભાવનામાં લીન થાય છે તે મોક્ષ પામે છે એમ જાણી રાગાદિ વિકલ્પો છોડી પરમાત્મતત્ત્વની ભાવના કર્તવ્ય છે. ૧૧૧
जहि मइ तहिं गइ जीव तुहुँ मरणु वि जेण लहेहि। तें परबंभु मुएवि मइँ मा पर-दव्वि करेहि।। ११२।। यत्र मतिः तत्र गतिः जीव त्वं मरणमपि येन लभसे। तेन परब्रह्म मुक्त्वा मतिं मा परद्रव्ये कार्षीः ।। ११२ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com