________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર જ્યાં સુધી આ આત્મા પોતાના આત્માને પોતાના આત્મા વડે પોતાના આત્મ-સ્વરૂપની પ્રાપ્તિ માટે પોતાના આત્માથી પોતાના આત્મામાં સ્થિર થઈને સમસ્ત રાગાદિ વિકલ્પજાળથી મુક્ત થઈને નહિ જાણી લે ત્યાં સુધી સંપૂર્ણ દોષરહિત નિજ શુદ્ધસહજ્જાત્મસ્વરૂપ પરમાત્મા સિદ્ધપરમેષ્ઠીરૂપ પરબ્રહ્મને શું તે કદી પામી શકશે? અર્થાત્ કદી પામી શકે નહિ. જે આત્માને જાણે છે તે જ પરમાત્માને પામે છે. અર્થાત્ આત્મા પરમાત્મારૂપ બને છે. ૧૦૮ પરલોક શબ્દથી પરમાત્માને કહે છે
जोइज्जइ तिं बंभु परु जाणिज्जइ तिं सोइ। बंभु मुणेविणु जेण लहु गम्मिज्जइ परलोइ।।१०९ ।। दृश्यते तेन ब्रह्मा परः ज्ञायते तेन स एव। ब्रह्मा मत्वा येन लघु गम्यते परलोके।। १०९ ।। શુદ્ધાત્મા જોવાય જયમ, શુદ્ધાત્મા જ જણાય;
ત્યમ શુદ્ધાત્માનુભવે, ઝટ પરલોક પમાય. ૧૦૯
જે પુરષ પોતાનું સ્વરૂપ જાણીને પરલોક એટલે પરમાત્મતત્ત્વને શીઘ્ર પામે છે તે પુરુષ નિયમથી પરબ્રહ્મરૂપ શુદ્ધાત્માને દેખે છે તથા તે જ પુરુષ નિયમથી પરબ્રહ્મરૂપ શુદ્ધ આત્માને જાણે છે.
શુદ્ધ નિશ્ચયનયથી કેવલજ્ઞાન, કેવલદર્શન સ્વભાવવાળો પરમાત્મા શક્તિરૂપે સર્વસંસારી જીવોમાં રહેલો છે. અર્થાત્ સર્વસંસારી જીવોમાં પરમાત્મા થવાની શક્તિ છે. કર્મબદ્ધ આત્મા સંસાર અવસ્થામાં એકેન્દ્રિયાદિ જુદી જુદી અવસ્થાઓ ધારણ કરે છે, પણ જ્યારે કર્મરહિત થાય છે ત્યારે સિદ્ધ બને છે. કર્મયુક્ત અવસ્થામાં જીવ શક્તિરૂપે પરમાત્મા છે, અને સિદ્ધ અવસ્થામાં વ્યક્તિ (પ્રગટ)પણે પરમાત્મા છે. શક્તિની અપેક્ષાએ આ આત્મા પણ પરમ બ્રહ્મા, પરમ વિષ્ણુ, પરમ શિવ આદિ નામોથી કહી શકાય છે, પણ પ્રગટપણે તો અરિહંત તથા સિદ્ધને જ પરમાત્મા શબ્દથી કહેવા યોગ્ય છે. અરિહંત તથા સિદ્ધ સિવાય કોઈ અન્ય જગવ્યાપી તથા એક પરમ બ્રહ્માદિ અથવા શિવ નથી.
મુક્તાત્માઓ લોકના અગ્રભાગમાં રહે છે તે જ બ્રહ્મલોક છે, તે જ વિષ્ણુલોક છે અને તે જ શિવલોક છે. તે સિવાય અન્ય કોઈ શિવલોક નથી એમ ભાવાર્થ છે. અત્રે પરલોક શબ્દનો અર્થ પરમાત્મ તત્ત્વ છે. ૧૦૯
मुणि-वर-विंदहँ हरि-हरहँ जो मणि णिवसइ देउ। परहँ जि परतरु णाणमउ, सो वुच्चइ पर-लोउ।। ११०।। मुनिवरवृन्दानां हरिहराणां यः मनसि निवसति देवः। परस्माद् अपि परतरः ज्ञानमयः स उच्यते परलोकः।। ११० ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com