________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૭૫
यदि निमिषार्धमपि कोऽपि करोति परमात्मनि अनुरागम् । अग्नि-कणिका यथा काष्ठ-गिरि दहति अशेषमपि पापम् ।। ११४ । । માત્ર અર્ધપળ પણ કરે, ૫રમાતમમાં રાગ; તે બહુ પાપ દહે યથા, કાષ્ઠ-ગિરિ કણ આગ. ૧૧૪ જો આ જીવ અનિમેષ જેટલો સમય પણ પરમાત્મામાં અનુરાગ કરે તો જેમ અગ્નિનો ણ મોટા કાષ્ઠના સમુદાયને બાળી મૂકે છે તેમ તેનાં સર્વ પાપ નાશ પામે છે.
જે જીવો ઋદ્ધિગારવ, સાતાગારવ, ૨સગારવ, કલા, કવિપણું, વાદીપણું આદિના અભિમાનનો ત્યાગ કરી આત્મામાં ધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવે છે તેનાં કર્મરૂપ કાષ્ઠસમૂહ શીઘ્ર બળીને ભસ્મીભૂત થાય છે. આત્મધ્યાનનું આવું સામર્થ્ય જાણી એ આત્મધ્યાનની જ ભાવના કર્તવ્ય છે. ૧૧૪
એક શુદ્ધાત્માનો વિચાર કર
मेल्लिवि सयल अवक्खडी जिय णिच्चिंतउ होइ ।
चित्तु णिवेसहि परमपए परमपए देउ णिरंजणु जोइ ।। ११५ ।।
मुक्त्वा सकलां चिन्तां जीव निश्चिन्तः चित्तं निवेशय परमपदे देवं निरञ्जनं पश्य ।। ११५ । ।
भूत्वा।
જીવ, સર્વ ચિંતા તજી, થઈ નિશ્ચિંત સદૈવ; ૫૨મ પદે મન ધાર તું, દેખ નિરંજન દેવ. ૧૧૫
હૈ જીવ, તું સર્વ પ્રકારની ચિંતાઓ તજી, નિશ્ચિંત થઈ, પોતાના મનને પરમ પદમાં ધારણ કર અને નિરંજન દેવને જો.
હે જીવ, તું જોયેલા, સાંભળેલા તથા અનુભવેલા ભોગોની ઇચ્છારૂપ અપધ્યાન આદિ ચિંતાઓ તજી અત્યંત નિશ્ચિંત થઈ મનને ૫૨માત્મસ્વરૂપમાં સ્થિર કર. પછી ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મરૂપ અંજનથી રહિત પરમ આરાધ્ય એવા નિજ શુદ્ધસહજાત્મ સ્વરૂપનું ધ્યાન કર. અપધ્યાનનું લક્ષણ
बंधवधच्छेदादेद्वेषाद्रागाच्च परकलत्रादेः ।
आर्तध्यानमपध्यानं शासति जिनशासने विशदाः ।।
દ્વેષથી કોઈને મારવાનો, બાંધવાનો તથા છેદવાનો વિચાર કે રાગથી પારકાની સ્ત્રીનો વિચાર કરવો તેને જૈનશાસનમાં નિપુણ પુરુષો અપધ્યાન કહે છે. તે ધ્યાન નરક નિગોદાદિનું કારણ છે. માટે સર્વથા હૈય છે. ૧૧૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com