________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૯
આત્મા વંદક, આત્મા બૌદ્ધ આચાર્ય નથી, દિગંબર નથી, શ્વેતાંબર નથી. આત્મા કોઈ પણ લિંગને ધારણ કરનાર નથી, અર્થાત્ એકદંડી, ત્રિદંડી, હંસ, પરમહંસ, જટાધારી સંન્યાસી આદિ અનેક જે લિંગ છે; તે લિંગોથી આત્મા પર છે, તે આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે અને યોગીઓ તેને જાણે છે.
જો કે આત્મા વ્યવહારનયથી અનેક પ્રકારના વેશવાળા કહેવાય છે તોપણ શુદ્ધ નિશ્ચયનયથી કોઈ પણ વેશ જીવનો નથી. બધા લિંગો દેહાશ્રિત છે, જ્યારે દેહુ જ આત્માને નથી તો દેહથી સંબંધ રાખનાર વેશ તથા લિંગ તો આત્માના ક્યાંથી હોઈ શકે ? અને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ ભાવલિંગ શુદ્ધાત્માનું સાધક છે માટે વ્યવહારથી જીવનું સ્વરૂપ મનાય છે. તોપણ પરમ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયનયથી ભાવલિંગ પણ જીવનું નથી. કારણ કે ભાવલિંગ સાધનરૂપ છે અને શુદ્ધસહજાન્મસ્વરૂપ જ સાધ્ય છે. ૮૮
આત્મા ગુરુ-શિષ્યાદિ પણ નથીअप्पा गुरु णवि सिस्सु णवि णवि सामिउ णवि भिच्चु। सूरउ कायरु होइ णवि णवि उत्तमु णवि णिच्चु ।। ८९ ।। आत्मा गुरु: नैव शिष्यः नैव नैव स्वामी नैव भृत्यः। शूरः कातरः भवति नैव नैव उत्तमः नैव नीचः।। ८९ ।। આભા ગુરુ નહિ, શિષ્ય નહિ, નહિ સેવક, નહિ શેઠ; શૂર નહિ, કાયર નહિ, નહિ કનિષ્ઠ, નહિ શ્રેષ્ઠ. ૮૯
આત્માં ગુરુ નથી, શિષ્ય નથી, સ્વામી નથી, સેવક નથી, શૂરવીર નથી, કાયર નથી, ઉત્તમ કુળવાળો નથી અને નીચ કુળવાળો પણ નથી.
વ્યવહારનયથી ગુરુ-શિષ્યાદિ સંબંધને જીવના કહેવામાં આવે છે પણ શુદ્ધનય આ સંબંધોને આત્માથી ભિન્ન પ્રતિપાદન કરે છે. સ્વશુદ્ધાત્માના અનુભવથી રહિત એવો બહિરાત્મા જ આ ભાવોને આત્મામાં આરોપિત કરે છે, સમ્યગ્દષ્ટિ જીવ તો એક શુદ્ધાત્મા સિવાય સમસ્ત ભાવોને પર માને છે. ૮૯
अप्पा माणुसु देउ णवि अप्पा तिरिउ ण होइ। अप्पा णारउ कहिं वि णवि णाणिउ जाणइ जोइ।।९।। आत्मा मनुष्यः देवः नापि आत्मा तिर्यग् न भवति। आत्मा नारकः कापि नैव ज्ञानी जानाति योगी।। ९०।। દેવમનુષ્ય ન આતમા, આતમા નહિ તિર્યંચ; આત્મા નારકી નહિ કદી, જ્ઞાની યોગી લહંત. ૯૦
Please inform us of any errors on rajesh@AtmaDharma.com