________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૫૮
आत्मा गौरः कृष्णः नापि आत्मा रक्तः न भवति । आत्मा सूक्ष्मोऽपि स्थूलः नापि ज्ञानी ज्ञानेन पश्यति।।८६।।
આત્મા નહિ ગોરો વળી, શ્યામ રક્ત પણ નો 'ય; સ્થૂલ સૂક્ષ્મ પણ તે નહીં જ્ઞાની જ્ઞાને જોય. ૮૬
આ આત્મા ગોરો નથી, કાળો નથી, આત્મા લાલ નથી, આત્મા સૂક્ષ્મ નથી, સ્થૂલ નથી, એમ સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાન વડે જાણે છે.
કૃષ્ણ ગૌરાદિ ધર્મ વ્યવહારનયથી શરીરને કારણે આત્માના કહેવાય છે. તે કર્મજનિત ભાવો શુદ્ધાત્માથી જુદા છે, તેથી તે ત્યાજ્ય ભાવોને જ્ઞાની આત્માના માનતા એટલે શ્રદ્ધતા નથી. સ્વપર ભેદને લીધે બન્નેને ભિન્ન ભિન્ન માને છે. ૮૬
अप्पा बंभणु वइसु ण वि ण वि खत्तिउ ण वि सेसु । पुरिसु णउंसउ इत्थि ण वि णाणिउ मुणइ असेसु ।। ८७ ।।
आत्मा ब्राह्मणः वैश्यः नापि नापि क्षत्रियः नापि शेषः । પુરુષ: નપુંસ: શ્રી નાવિ, જ્ઞાની મનુતે અશેષમ્।।૮૭।। આત્મા બ્રાહ્મણ વૈશ્ય ના, નહિ ક્ષત્રિય નહિ શેષ; પુરુષ નપુંસક સ્ત્રી નહિ, જાણે શાની અશેષ. ૮૭
આત્મા બ્રાહ્મણ નથી, વાણિયો નથી, ક્ષત્રિય નથી તથા શેષ શૂદ્ર પણ નથી; આત્મા પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી. જ્ઞાની તો સર્વ વસ્તુને જાણે છે.
બ્રાહ્મણ આદિ વર્ણ તથા પુલિંગ આદિ લિંગ જીવના સંબંધમાં હોવાથી વ્યવહારનયની અપેક્ષાએ જીવના કહેવાય છે. શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ ઉપરોક્ત સર્વ ભાવો આત્માથી ભિન્ન છે તથા ત્યાગવાયોગ્ય છે. વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી રહિત એવો અજ્ઞાની કર્મજનિત પર્યાયોમાં આત્મબુદ્ધિ કરે છે, સમ્યગ્દષ્ટિ જીવને તો સ્વાત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે. ૮૭
अप्पा वंदउ खवणु ण वि अप्पा गुरउ ण होइ । अप्पा लिंगिउ एक्कु ण वि णाणिउ जाणइ जोइ ।। ८८ ।।
आत्मा वन्दकः क्षपकः नापि आत्मा गुरवः न भवति । आत्मा लिङ्गी एक: नापि ज्ञानी जानाति योगी ।। ८८ ।।
આત્મા શ્વેતાંબર નહીં, વળી દિગંબર બૌદ્ધ; નહીં એક પણ લિંગી તે, જાણે યોગી પ્રબુદ્ધ. ૮૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com