________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૭
दुःखस्य कारणं ये विषयाः तान् सुखहेतून् रमते। मिथ्यादृष्टि: जीवः अत्र न किं करोति।। ८४ ।। દુઃખ કારણ વિષયો છતાં, રમે સુખદ ગણી ત્યાંહિ; મિથ્યાદષ્ટિ જીવ તો, શું શું કરે ન આંહિ? ૮૪
દુઃખનાં કારણરૂપ જે પાંચ ઇન્દ્રિયના વિષયો છે તેઓને સુખનું કારણ સમજીને તેમાં અજ્ઞાની જીવ રમણતા કરે છે. અજ્ઞાની જીવ આ સંસારમાં શું શું નથી કરતો ? અર્થાત્ બધી અસંભાવ્ય માન્યતાઓ પણ તે કરે છે અને અનેક પ્રકારનાં અકૃત્ય પણ કરે છે. ૮૪ સમ્યગ્દષ્ટિ જીવનું કથન કરે છે
कालु लहेविण जोइया जिमु जिमु मोहु गलेइ। तिमु तिमु दंसणु लहइ जिउ णियमें अप्पु मुणेइ।। ८५।। कालं लब्ध्वा योगिन् यथा यथा मोहः गलति। तथा तथा दर्शनं लभते जीवः नियमेन आत्मानं मनुते।। ८५।। યોગિન, પાકે કાળ ત્યાં, મોહમંદ જ્યમ થાય;
ત્યમ ત્યમ જીવ દર્શન લહે, નક્કી આત્મા ભળાય. ૮૫ હે યોગી, કાળ પામીને જેમ જેમ જીવનો મોહ નાશ પામે છે, તેમ તેમ તે જીવ સમ્યગ્દર્શનને પામે છે અને તેથી નિયમથી પોતાના સહજ આત્મસ્વરૂપને જાણે છે, ઓળખે છે, અનુભવે છે.
આ જીવનો ઘણો કાળ એકેન્દ્રિય આદિ પર્યાયમાં વ્યતીત થાય છે. તેમાંથી બે ઇન્દ્રિયપણું પામવું દુર્લભ છે. એમ સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય સુધી આવવું કઠિન છે. મનુષ્યભવ પામ્યા પછી પણ સદ્દગુરુનો યોગ દુર્લભ છે, તે હોય તો તેનાં વચનની શ્રદ્ધા આવવી વિકટ છે. શુદ્ધાત્મ-રુચિ મિથ્યાત્વની મંદતા વગર થતી નથી. કોઈ પ્રકારે કાકતાલીય ન્યાયથી કાલલબ્ધિને પામીને આગમોક્તમાર્ગથી મિથ્યાત્વાદિ દૂર ખસવાથી જેમ જેમ મોહ ક્ષીણ થતો જાય છે તેમ તેમ નિજ શુદ્ધ સહુજાત્મા જ ઉપાદેય છે, એવી રુચિરૂપ સમ્યકત્વ થતું જાય છે. તેથી આત્મા આત્મા તથા અનાત્મામાં ભેદ સમજે છે. એમ શુદ્ધાત્માની રુચિથી જ જીવ નિશ્ચય સમ્યગ્દષ્ટિ થાય છે. ૮૫
ભેદ-વિજ્ઞાનની ભાવના
अप्पा गोरउ किण्हु ण वि अप्पा रत्तु ण होइ। अप्पा सुहमु वि थूलु ण वि णाणिउ जाणे जोइ।। ८६ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com