________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પs
એમ જે જીવ કર્યજનિત ભાવોને આત્મસ્વરૂપમાં આરોપે છે તે અજ્ઞાની મિથ્યાષ્ટિ છે. બ્રાહ્મણાદિ ધર્મ કર્મોદયથી પ્રાપ્ત થયેલા ધર્મો છે. અજ્ઞાનમાં પરિણમેલો તથા સ્વ શુદ્ધાત્મભાવનાથી રહિત જીવ મૂઢાત્મા મિથ્યાદષ્ટિ છે. ૮૧
तरुणउ बूढउ रुयडउ सूरउ पंडिउ दिव्यु। खवणउ वंदउ सेवडउ मूढउ मण्णइ सव्वु।। ८२।। તરુણ: વૃદ્ધ: રુપવાન શૂર: પંડિત: રિવ્ય: / क्षपणक: वन्दकः श्वेतपट: मूढः मन्यते सर्वम्।। ८२।। તરુણ વૃદ્ધ રૂપવાન હું શૂરો પંડિત શ્રેષ્ઠ
શ્વેતાંબરી દિગંબરી, માને મૂઢ યથેષ્ટ. ૮૨
હું યુવાન છું, ઘરડો છું, રૂપવાન છું, શૂરવીર છું, પંડિત છું, સર્વમાં શ્રેષ્ઠ છું, દિગમ્બર છું, બૌદ્ધમતનો આચાર્ય છું, અને હું શ્વેતામ્બર છું એમ અજ્ઞાની શરીરના ધર્મોને આત્મારૂપ માને છે, અર્થાત્ પોતાના માને છે.
અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવ કર્મજન્ય શરીરાદિ ભાવોને આત્માના ભાવ માને છે-એટલે શ્રદ્ધ છે તેથી અજ્ઞાની કહેવાય છે. ૮૨
जणणी जणणु वि कंत घरु पुत्तु वि मित्तु वि दव्यु। माया-जालु वि अप्पणउ मूढ उ मण्णइ सव्वु ।। ८३।। जननी जननः अपि कान्ता गृहं पुत्रोऽपि मित्रमपि द्रव्यम्। मायाजालमपि आत्मीयं मूढः मन्यते सर्वम्।। ८६ ।। જનની જનક રમા વળી, પુત્ર મિત્ર ગૃહ દ્રવ્ય; માયા-જાળ છતાં ગણે મૂઢ પોતાનું સર્વ. ૮૩
માતા, પિતા, સ્ત્રી, ઘર, પુત્ર, મિત્ર, સુવર્ણાદિ ધન ઇત્યાદિ સર્વ માયાજાળ એટલે અસત્ય કૃત્રિમ છે, આત્માના નથી. છતાં અજ્ઞાની એ સર્વને પોતાનાં માને છે.
જે માતા-પિતા આદિ પરિવાર પરસ્વરૂપ છે, શુદ્ધાત્માથી ભિન્ન છે, શરીર સંબંધી છે, ત્યાગવા યોગ્ય એવાં સાંસારિક દુઃખોનાં કારણ હોવાથી ત્યાજ્ય છે, એવાં તે સર્વ અન્યને અજ્ઞાની જીવ સ્વ-સ્વરૂપરૂપ માને છે. મન વચન કાયામાં પરિણમેલો એવો અજ્ઞાની શુદ્ધ આત્મતત્ત્વની ભાવનાથી શૂન્ય છે. ૮૩
दुक्खहँ कारणि जे विसय ते सुह-हेउ रमेइ। मिच्छाइट्ठिउ जीवडउ इत्थु ण काइँ करेइ।। ८४ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com