________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬O
આત્મા મનુષ્ય નથી; દેવ નથી; આત્મા તિર્યંચ-પશુ નથી. આત્મા કદી નારકી પણ નથી. અર્થાત્ આત્મા કોઈ પ્રકારે પરરૂપ થતો નથી. પણ જ્ઞાનસ્વરૂપ જ રહે છે એમ યોગીઓ જાણે છે.
શુભાશુભ કર્મોદયથી ઉત્પન્ન થયેલા મનુષ્યાદિ વિભાવ પર્યાયોને અજ્ઞાની જીવ આત્મસ્વરૂપ માને છે અને અજ્ઞાનરહિત સમ્યગ્દષ્ટિ આત્માને આત્મારૂપે માની પરપર્યાયોમાં આત્મભાવ કરતા નથી. મનુષ્ય આદિ સર્વ પર્યાયોને આત્માથી ભિન્ન માને છે. ૯૦
अप्पा पंडिउ मुक्खु णवि णवि ईसरु णवि णीसु। तरुणउ बूढउ बालु णवि अण्णु वि कम्म-विसेसु।।९१।। आत्मा पण्डितः मूर्ख: नैव नैव ईश्वरः नैव निःस्वः।। તUT: વૃદ્ધ: વીત: નૈવ બન્ય: પે મૈવિશેષ: IT? IT આત્મા પંડિત મૂર્ખ નહિ, નહિ ઇશ્વર નહિ રંક;
તરુણ વૃદ્ધ કે બાલ નહિ, એ પર કર્મ-કલંક. ૯૧ ચૈતન્યસ્વરૂપ આત્મા પંડિત નથી, મૂર્ખ નથી, સમર્થ નથી, દરિદ્ર નથી, યુવાન નથી, વૃદ્ધ નથી અને બાલક પણ નથી, આ બધી અવસ્થાઓ કર્મજનિત છે, એટલે કર્મથી ઉત્પન્ન થયેલ છે, વિભાવ પર્યાય છે.
જો કે શરીરના સંબંધને લીધે આ અવસ્થાઓ વ્યવહારનયથી જીવની કહેવાય છે તો પણ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિમાં આ વિભાવ અવસ્થાઓ આત્મામાં નથી, આત્માથી ભિન્ન છે, માટે જ્ઞાની આ અવસ્થાઓમાં આસક્તિ કરતા નથી, પણ જ્ઞાનદર્શનસ્વરૂપ પોતામાં જ લીન રહે છે. ૯૧
पुण्णु वि पाउ वि कालु णहु धम्माधम्म वि काउ। एक्कु वि अप्पा होइ णवि मेल्लिवि चेयण-भाउ।।९२।। पुण्यमपि पापमपि कालः नभः धर्माधर्ममपि कायः। एकमपि आत्मा भवति नैव मुक्त्वा चेतनभावम्।। ९२ ।। પુણ્ય પાપ તન કાળ નભ, ધર્માધર્મ સહિત;
એ એક્ટ નહિ આતમા ચેતન ભાવ રહિત. ૯૨ આત્મા ચૈતન્ય સ્વભાવને તજીને કદી પણ પુણ્ય એટલે શુભ કર્મ, પાપ એટલે અશુભ કર્મ, કાલદ્રવ્ય, આકાશ, ધર્મ-અધર્મ તથા શરીરરૂપ થતો નથી.
વ્યવહારનયથી ઉપરોક્ત ભાવો આત્માના મનાય છે પણ શુદ્ધ નિશ્ચયનયથી આ ભાવો આત્માથી જુદા છે. મિથ્યાત્વમાં પરિણમલો અજ્ઞાની આત્મા પરભાવોને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com