________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨
જેવો નિર્મળ જ્ઞાનમય, વસે સિદ્ધિમાં દેવ;
તેવો પરમાતમ વસે, દેહ, ગણ નહિ ભેદ. ૨૬
જેવો કેવલજ્ઞાનાદિ પ્રગટ સ્વરૂપવાળો કાર્યસમયસાર, ઉપાધિ રહિત, ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા નોકર્મરૂપ મળથી રહિત જ્ઞાનાદિ અનંત ગુણરૂપ દેવાધિદેવ પરમાત્મા મોક્ષમાં વસે છે તેવો જ સર્વ લક્ષણ સમ્પન્ન પરબ્રહ્મ શુદ્ધ બુદ્ધ સ્વભાવવાળો સહજાન્મસ્વરૂપ પરમાત્મા શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી શરીરમાં વસે છે. માટે હું પ્રભાકર ભટ્ટ, તું સિદ્ધ ભગવાન તથા પોતામાં ભેદ ન માન.
જગતવાસી આત્મા તથા શુદ્ધ પરમાત્મામાં ગુણોની શક્તિ-વ્યક્તિ અપેક્ષાએ ભેદ છે. સિદ્ધ પરમાત્માના જ્ઞાનાવરણાદિ કર્મ સર્વથા નાશ પામ્યાં છે તેથી તેઓમાં અનંતગુણ પ્રગટયા છે, જયારે સંસારી આત્માઓમાં મોહ આદિ કર્મોને લીધે તે ગુણો અપ્રગટ છે; પણ પ્રત્યેક સંસારી જીવમાં સિદ્ધત્વ પ્રગટ કરવાની શક્તિ છે, આવરણ દૂર થવાથી આત્મા સિદ્ધ થાય છે.
મોક્ષપાહુડમાં કહ્યું છે કે" णमिएहिं जं णमिज्जइ झाइज्जइ झाइएहिं अणवरयं।
थुव्वंतेहिं थुणिज्जइ देहत्थं किं पि तं मुणइ।।
એટલે જે નમસ્કાર યોગ્ય પુરુષો વડે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, મહાત્માઓ વડે ધ્યાન કરવા યોગ્ય છે, પ્રશંસા યોગ્ય પુરુષો વડે સદા સ્તુતિ કરવા યોગ્ય છે એવો જીવ નામનો પદાર્થ આ શરીરમાં નિવાસ કરે છે, તેનું તું પરમાત્મા જાણ. ર૬ પરમાત્માને જ્ઞાનચક્ષુએ જોવાથી પૂર્વે કરેલાં કર્મ નાશ પામે છે
C दिहूँ तुटुंति लहु कम्मइँ पुव्व-किया। सो परु जाणहि जोइया देहि वसंतु ण काइँ।।२७।। येन दृष्टेन त्रुट्यन्ति लघु कर्माणि पूर्वकृतानि। तं परं जानासि योगिन् देहे वसन्तं न किम्।। २७।। શીધ્ર પૂર્વ કર્મો ખપે, જોતાં જે ધરી પ્રેમ;
દેહે વસતો દેવ તે, યોગિ, ન જાણો કેમ? ૨૭
જે પરમાત્માને વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નિર્મળ નેત્રો વડે જોવાથી તરત જ પૂર્વે કરેલા કર્મો ક્ષય પામે છે, એટલે અજ્ઞાનથી જે શુભાશુભ કર્મ ઉપાર્જન કરેલાં હોય છે તે સહજાન્મસ્વરૂપના દર્શનથી નાશ પામી જાય છે, તો હે યોગી, દેહમાં રહેલા તે શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્માને તું કેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com