________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧
જે કેવલદર્શન અને કેવલજ્ઞાનમય છે–એટલે કે જેને પરપદાર્થનો આશ્રય નથી, પોતે પરના આધાર વિના સમસ્ત પદાર્થો તથા તેના ગુણ પર્યાયોને એક સમયે જાણે છે તથા દેખે છે, જે કેવલ સુખ સ્વભાવવાળા છે, જે અનંત વીર્યવાળા છે તથા જે ઉત્તમ એવા અરિહંત પરમાત્માથી પણ અધિક છે એવા સહજાન્મસ્વરૂપ સિદ્ધરૂપ શુદ્ધાત્માને તું જાણ.
પરમાત્મા બે પ્રકારે છે–એક સકલ પરમાત્મા અને બીજા નિષ્કલ પરમાત્મા. તેમાં જે “કલ' એટલે શરીર સહિત છે તે સકલ પરમાત્મા અરિહંત ભગવાન છે અને જેને શરીર નથી એવા નિષ્કલ પરમાત્મા નિરાકાર સ્વરૂપ અશરીરી સિદ્ધ પરમેષ્ઠી છે. તેઓ સકલ પરમાત્મા કરતાં પણ ઉત્તમ છે. તે જ સહજાત્મસ્વરૂપ સિદ્ધરૂપ શુદ્ધાત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. બાકી સર્વ હેય છે. ૨૪ મુક્તાત્માઓ લોકના અગ્રભાગે વસે છે
एयहिँ जुत्तउ लक्खणहिँ जो परु णिक्कलु देउ। सो तहिँ णिवसइ परम पइ जो तइलोयहँ झेउ।। २५ ।। एतैर्युक्तो लक्षणैः यः परो निष्कलो देवः। स तत्र निवसति परमपदे यः त्रैलोक्यस्य ध्येयः।। २५।। તે તે લક્ષણ યુક્ત જે, અશરીરી વર દેવ;
તે ત્યાં પરમપદે વસે, જે ત્રિભુવનનો ધ્યેય. ૨૫
એવા લક્ષણોયુક્ત ઉત્તમ પરમાત્મા ઔદારિકાદિ પાંચે શરીરથી રહિત નિરાકાર છે, એટલે શરીરરૂપ આકાર જેને નથી તથા જે ત્રણ લોકના ધ્યેયરૂપ છે, એવો પરમાત્મા-શુદ્ધ સહુજામા લોકાગ્રે મોક્ષમાં વસે છે.
અહીં જે સિદ્ધ પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે, તેની સમાન આ આત્માનું પણ સ્વરૂપ છે, તે જ ઉપાદેય તથા ધ્યાન કરવા યોગ્ય છે. જેવો આત્મા સિદ્ધલોકે વિરાજે છે તેવો જ આત્મા આ દેહમાં વિદ્યમાન છે. ૨૫
જેવો પ્રગટ પરમાત્મા મોક્ષમાં છે તેવો પરમાત્મા જ શુદ્ધનયની અપેક્ષાએ આ દેહમાં પણ શક્તિરૂપે રહેલો છે એમ પ્રગટ કરે છે
जेहउ णिम्मलु णाणमउ सिद्धिहिँ णिवसइ देउ। तेहउ णिवसइ बंभु परु देहहँ मं करि भेउ।।२६।। यादृशो निर्मलो झानमयः सिद्धो निवसति देवः। तादृशो निवसति ब्रह्मा परः देहे मा कुरु भेदम्।। २६ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com