________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩
જાણતો નથી?
જેને જાણવાથી કર્મ-કાલિમા દૂર થઈ જાય છે, તે આત્મા શરીરમાં વસતાં છતાં કોઈ સમયે શરીરરૂપે પરિણમતો નથી. તેને તું સારી રીતે યથાર્થપણે ઓળખ. તું જગતની બીજી વાતોને જાણે છે પણ પોતાના સ્વરૂપને શા માટે જાણતો નથી? પોતાનું સ્વરૂપ જ ઉપાદેય છે, અન્ય પદાર્થો નહિ. ૨૭
પાંચ પ્રક્ષેપકોને કહે છે
जित्थु ण इंदिय-सुह-दुहइँ जित्थु ण मण-वावारु। सो अप्पा मुणि जीव तुहुँ अण्णु परि अवहारु।।२८।। यत्र नेन्द्रियसुखदुःखानि यत्र न मनोव्यापारः। तं आत्मानं मन्यस्व जीव त्वं अन्यत्परमपहर।। २८ ।। ઈન્દ્રિય સુખદુ:ખ જ્યાં નહિં, નહિં મનોવ્યાપાર;
તે આત્માને જાણ તું, અન્ય સર્વે તજ કાર. ૨૮
જે આત્મસ્વભાવમાં ઈન્દ્રિયજનિત સુખ:દુઃખ નથી કે જેમાં મનનો વ્યાપાર નથી તેને હું જીવ, તું શુદ્ધ આત્મા જાણ, અને બીજાં સર્વ વિભાવ પરિણામોને છોડ.
અનાકુળતા લક્ષણોવાળું જે પારમાર્થિક સુખ તેથી વિપરીત આકુળતાજનક ઈન્દ્રિય સુખ-દુઃખ તે શુદ્ધાત્મસ્વરૂપમાં નથી. સંકલ્પવિકલ્પરૂપ મનનો વ્યાપાર તે પણ ત્યાં નથી. આ પ્રમાણે શુદ્ધાત્માને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત થઈને તું જાણે અને પરમાત્મ સ્વભાવથી વિપરીત એવા પાંચ ઈન્દ્રિયના વિષય વિકારોને દૂરથી છોડી દે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે નિર્વિકલ્પ સમાધિમાં સર્વત્ર વીતરાગ વિશેષણ શા માટે મૂકયું છે? સમાધાનઃ- જ્યાં વીતરાગતા છે ત્યાં નિર્વિકલ્પપણું છે આ રહસ્ય સમજાવા માટે અથવા જે રાગી જીવ પોતાને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત માને છે તેના નિષેધને અર્થે વીતરાગ વિશેષણ છે; સફેદ શંખની સમાન આ વિશેષણ છે. એટલે જે શંખ છે તે સફેદ જ છે તેમ જે નિર્વિકલ્પ સમાધિ છે તે વીતરાગતારૂપ જ છે. ૨૮
જે પરમાત્મા વ્યવહારથી દેહમાં રહે છે પણ નિશ્ચયથી સ્વરૂપમાં છે તેને કહે છે
देहादेहहिँ जो वसइ भेयाभेय-णएण। सो अप्पा मुणि जीव तुहुँ किं अण्णे बहुएण।। २९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com