________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કરીને, પ્રાચીન કાળમાં જે પરમદેવરૂપ તીર્થકરો તથા ભરત, રામચંદ્ર, પાંડવ આદિ મુક્ત થઈ ગયા છે તેઓ વર્તમાને સ્વસ્વરૂપરૂપ મોક્ષમાં નિવાસ કરી રહ્યા છે. તે મુક્ત આત્માઓ લોકાલોકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાનાદિ અનેક ગુણોએ કરી મહાન છે તેથી તેઓને નમસ્કાર કરું છું.
જે વસ્તુ ગુરુ (ભારે) હોય તે પાણીમાં તરત જ ડૂબી જાય પણ પરમાત્મા જ્ઞાન અપેક્ષાએ મોટા (ગુરુ) હોવા છતાં પાછા સંસારમાં આવતા નથી. અહીં વિરોધ લાગે પણ તે વિરોધ નથી. સિદ્ધ ભગવાનની ગુરુતામહત્તા તે સ્વભાવની છે, પુદ્ગલની નથી કે જેથી પાછા નીચે પડે. ૪ સિદ્ધ પરમાત્માઓ સંપૂર્ણપણે આત્મામાં સ્થિત છે
ते पुणु वंदउँ सिद्ध-गण जे अप्पाणि वसंत। लोयालोउ वि सयलु इहु अच्छहिँ विमलु णियंत।।५।। तान् पुनर्वन्दे सिद्धगणान् ये आत्मनि वसन्तः। लोकालोकमपि सकलं इह तिष्ठन्ति विमल पश्यन्तः।। ५ ।। વળી વંદું તે સિદ્ધગણ, સ્વસ્વરૂપે વસનાર;
સમસ્ત લોકાલોકના રહે સ્પષ્ટ જોનાર. ૫
જે સિદ્ધ પરમાત્માનો સમૂહ સ્વસ્વરૂપમાં સ્થિત છતાં સમસ્ત લોકાલોકને સંશયરહિત પ્રત્યક્ષ જોતો રહે છે, તે સિદ્ધ સમૂહને હું વંદન કરું છું.
કર્મોના ક્ષય અર્થે હું સિદ્ધ પરમાત્માને પરમ ભક્તિપૂર્વક વંદન કરું છું. તે સિદ્ધાત્માઓ નિશ્ચયથી તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે અને વ્યવહારનયથી સર્વ લોક અલોકને નિઃસંદેહપણે પ્રત્યક્ષ જુએ છે, પણ પરપદાર્થોમાં તન્મય થતા નથી, સ્વસ્વરૂપમાં જ તન્મય હોય છે. જો પરદ્રવ્યને તન્મય થઈને જાણે તો પરના સુખદુ:ખથી પોતે પણ સુખીદુઃખી થાય, પણ તેમ કદાપિ થતું નથી. વ્યવહારનયથી સૂક્ષ્મ સ્થૂલ સર્વ દ્રવ્યોને સિદ્ધાત્માઓ કેવલજ્ઞાને કરી પ્રત્યક્ષ નિઃસંદેહપણે જાણે છે, પણ કોઈ પણ પદાર્થમાં રાગદ્વેષ કરતા નથી. જો તેઓ કોઈ પદાર્થને રાગદ્વેષપૂર્વક જાણે તો આત્મા રાગદ્વૈષવાળો થાય અને તેથી મહાદોષોની પ્રાપ્તિ થાય, માટે એમ નિશ્ચિત થયું કે સિદ્ધ પરમાત્મા નિશ્ચયનયથી પોતાના શુદ્ધસ્વરૂપમાં જ નિવાસ કરે છે, પરમાં નહિ. અને પોતાની જ્ઞાયક શક્તિએ કરીને સર્વને પ્રત્યક્ષ જુએ છે તથા જાણે છે. નિશ્ચયથી જે સ્વસ્વરૂપની સ્થિરતા કહી છે તે જ સર્વપ્રકારે આરાધવાયોગ્ય છે. ૫
અશરીરી એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરી હવે તે સિદ્ધસ્વરૂપ તથા તેની પ્રાપ્તિના ઉપાય ને બતાવનાર એવા શ્રી અરિહંત ભગવાનને નમસ્કાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com