________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
થશે. ૨
૫
વર્તમાન સિદ્ધોને નમસ્કાર
तेहउँ वंदउँ सिद्ध-गण अच्छहिँ जे वि हवंत । परम-समाहि-महग्गियए कम्मिंधणइँ हुणंत ॥३॥ तान् अहं वन्दे सिद्धगणान् तिष्ठन्ति येऽपि भवन्तः । परमसमाधिमहाग्रिना कर्मेन्धनानि ખુદ્દન્ત:।। રૂ।। નમું સિદ્ધગણ રાજતા વર્તમાનમાં જે; દહતા કર્મેધન ૫૨મ, -સમાધિ-અનલે તેહ. ૩
જે આત્માઓ પરમસમાધિરૂપ મહાગ્નિવડે કર્મરૂપી કાષ્ઠને બાળતા વર્તમાનમાં વિરાજમાન છે તે સિદ્ધોને હું (અત્યંત ભક્તિભાવે ) નમસ્કાર કરું છું.
વર્તમાનમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં ભગવાન શ્રી સીમંધર આદિ વિધમાન છે. તેઓ વીતરાગ પરમ સામાયિકની સાથે રહેનાર અઢાર દોષરહિત પવિત્ર પરમાત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન, આચરણરૂપ અભેદ રત્નત્રયવાળી જે નિર્વિકલ્પ સમાધિરૂપી અગ્નિ, તેમાં કર્મરૂપી કાષ્ઠને હોમ્યા કરે છે અર્થાત્ આઠે કર્મોનો સર્વથા ક્ષય કરીને સિદ્ધપદ, મોક્ષને પામે છે.
શુદ્ધાત્મા જ ઉપાદેય છે તથા તેની પ્રાપ્તિનો ઉપાયનિર્વિકલ્પ સમાધિ છે. તેથી તે જ ગ્રહણ કરવા યોગ્ય છે, એમ અત્રે ભાવાર્થ સમજવો. ૩ ગ્રંથકર્તા મોક્ષસ્થ સિદ્ધ આત્માઓ ને વંદન કરે છે
ते पुणु वंदहउँ सिद्ध-गण जे णिव्वाणि वसंति। णाणिं तिहुयणि गरुया वि भवसायरि ण पडंति ।।४।।
तान् पुनः वन्दे सिद्धगणान् ये निर्वाणे वसन्ति। ज्ञानेन त्रिभुवने गुरुका अपि भव-सागरे न पतन्ति।।४।। વળી વંદું તે સિદ્ધગણ, મુક્તિપદે વસનાર; જ્ઞાને ત્રિભુવન ગુરુ છતાં, નહિ ભવાબ્ધિ પડનાર. ૪
જેઓ મોક્ષમાં નિવાસ કરી રહ્યા છે, જ્ઞાને કરીને ત્રણે લોકમાં ગુરુમહાન છે-એટલે કેવલજ્ઞાનાદિ અનંત ગુણયુક્ત છે છતાં કોઈ સમયે સંસાર-સાગરમાં પડતા નથી–સંસારમાં પાછા આવતા નથી તે સિદ્ધ–સમુદાયને હું નમસ્કાર કરું છું.
વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનના બળથી, શુદ્ધાત્મસ્વરૂપને પામીને,
કર્મક્ષય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com