________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નથી તેથી સિદ્ધ પરમાત્મા સંસારમાં આવતા નથી.
સુષુપ્ત અવસ્થામાં માણસને જેમ બાહ્ય પદાર્થોનું જ્ઞાન હોતું નથી તેમ મુક્ત જીવોને જ્ઞાન નથી એમ સાંખ્યમતના જીવો માને છે. તે માન્યતા યોગ્ય નથી એમ પ્રગટ કરવા અર્થ તે પરમાત્માને, ત્રણ જગત તથા ત્રણ કાલમાં રહેલા સર્વ પદાર્થોને તથા તેના પર્યાયોને યુગપ૬ જાણવાવાળું કેવળજ્ઞાન છે, એમ જણાવવા જ્ઞાનમય વિશેષણ આપ્યું છે.
શબ્દરૂપ-વચન દ્રવ્યનમસ્કાર છે અને કેવળજ્ઞાનાદિ અનંત ગુણોના સ્મરણરૂપ ભાવનમસ્કાર કહેવાય છે. આ ભાવ તથા દ્રવ્યનમસ્કાર વ્યવહારનયની અપેક્ષાએ સાધક દશામાં હોય છે. શુદ્ધ નિશ્ચયનયથી વંધ-વંદકભાવ નથી. ભાવાર્થ એ છે કે દોહરામાં કહેલાં નિત્ય, નિરંજન અને જ્ઞાનસ્વરૂપ વિશેષણવાળા પરમાત્મા જ આદરવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. પ્રાપ્ત કરવા યોગ્ય છે અર્થાત્ પોતાની સર્વશક્તિએ ઉપાદેય, ગ્રહણ કરવા યોગ્ય છે. ૧
સંસાર-સમુદ્રને તારવામાં ઉપાયભૂત વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નાવમાં બેસીને જેઓ આગામી કાલમાં શિવમય નિરુપમ જ્ઞાનમય થશે તેઓને હું નમસ્કાર કરું એવો અભિપ્રાય મનમાં ધારણ કરીને ગ્રંથકાર સૂત્ર કહે છે:
ते वंदउँ सिरि-सिद्ध-गण-होसहिँ जे वि अणंत। सिवमय-णिरुवम-णाणमय परम-समाहि भजंत।।२।। तान् वन्दे श्रीसिद्धगणान् भविष्यन्ति येऽपि अनन्ता। शिवमयनिरुपमज्ञानमयाः परमसमाधि भजन्तः ।। २।। વંદું તે શ્રી સિદ્ધગણ, વળી થનાર અનંત; શિવમય નિરુપમ જ્ઞાનમય પરમ સમાધિ ભજંત. ૨
જે અનંત આત્માઓ આગામી કાલમાં પરમસમાધિનું સેવન કરીને પરમ શિવ (કલ્યાણ ) મય અનુપમ જ્ઞાનમય ભાવને પામશે તે ભાવિ સિદ્ધ પરમાત્માઓને પણ હું નમસ્કાર કરું છું અર્થાત્ ભવિષ્યકાલમાં થનાર સિદ્ધ પરમાત્માઓને પણ હું ભક્તિભાવે વંદન કરું છું.
શ્રેણિક આદિ પુરુષો વીતરાગ સર્વજ્ઞના કહેલા માર્ગવડ દુર્લભ એવા સમ્યજ્ઞાનને પામીને આગામી કાલમાં શિવમય, નિરુપમ જ્ઞાનસ્વભાવવાળા પરમાત્મા થશે. તે અવસ્થામાં તેઓને કેવલજ્ઞાનાદિ અનંતગુણોની પૂર્ણ પ્રાપ્તિ થશે.
અહીં શિવ શબ્દનો અર્થ શુદ્ધ સહજાભ ભાવનાથી આવિર્ભાવ પામેલ વીતરાગ પરમ આનંદરૂપ સુખ છે. નિરુપમ એટલે તે શુદ્ધાત્માઓને કોઈ પ્રકારની ઉપમા ઘટતી નથી તથા જ્ઞાન શબ્દથી તેઓ કેવલજ્ઞાનાદિ અનંત ગુણવાળા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com