SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૭ ગુરુદેવ, આત્માનું ધ્યાન કરવાથી મોક્ષ મળે છે એમ આપ કહો છો, જ્યારે ચારિત્રસારાદિ ગ્રંથોમાં દ્રવ્યપરમાણુ અને ભાવપરમાણુના ધ્યાનથી કેવલજ્ઞાન થાય છે એમ કહ્યું છે તો દ્રવ્યભાવ પરમાણુથી શું સમજવું? શ્રી યોગીન્દ્રદેવ સમાધાન કરે છે કે દ્રવ્યપરમાણુથી દ્રવ્યની સૂક્ષ્મતા અને ભાવપરમાણુથી ભાવની સૂક્ષ્મતા સમજવી. ત્યાં પુગલ દ્રવ્ય પરમાણુનું કથન નથી. તત્ત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિની ટીકામાં પણ એ જ અર્થ કહ્યો છે. દ્રવ્ય શબ્દથી આત્મા તથા પરમાણુ શબ્દથી સૂક્ષ્મતાનું ગ્રહણ છે. તે રાગાદિ વિકલ્પની ઉપાધિથી રહિત છે તો પછી તેની સૂક્ષ્મતા શું? એમ પ્રશ્ન થવાથી શ્રી આચાર્ય મહારાજ સમાધાન કરે છે કે તે ઇન્દ્રિય તથા મનથી અગોચર હોવાને લીધે સૂક્ષ્મ છે. ભાવ (સ્વસંવેદન પરિણામ) પણ પરમ સૂક્ષ્મ છે, વીતરાગ નિર્વિકલ્પ પરમ સમરસી ભાવરૂપ છે. ત્યાં ઇન્દ્રિય તથા મનની પ્રવૃત્તિ નથી. શિષ્ય પુનઃ પ્રશ્ન પૂછે છે કે પરદ્રવ્યના અવલંબનરૂપ ધ્યાનથી મોક્ષ નથી પણ નિજ શુદ્ધાત્માના ધ્યાનથી મોક્ષ છે એમ આપે કહ્યું છે. જેમકે “ગપ્પા શાયદિ ગમ્મસ એક નિર્મલ આત્માનું ધ્યાન કરો તેમ જ શ્રી સમાધિશતકાદિ ગ્રંથાતરમાં શ્રી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે કે “ગાત્માનમાત્મા કાત્મચેવાત્માના ક્ષીમુનનયન સ સ્વયંમૂ: પ્રવૃત્ત | અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને પોતામાં જ પોતા વડ એક ક્ષણ પણ નિર્વિકલ્પ સમાધિ વડે આરાધતો સર્વજ્ઞ થાય છે. શુકલધ્યાનમાં પણ નિજવસ્તુનું જ અવલંબન છે, પરવસ્તુનું નહિ. દ્રવ્યભાવ પરમાણુ ધ્યેય લક્ષણવાળા શુકલ ધ્યાનના આગમમાં બેતાલીસ ભેદ કહ્યા છે. પણ તે ભેદ ઇચ્છાપૂર્વકના નથી. જેમ ઉપશમ સમ્યકત્વના સમયે અધ:કરણાદિ અનીહિત વૃત્તિએ થાય છે તેમ તે ભેદો પણ સ્વાભાવિક છે. પ્રથમ અવસ્થામાં ચિત્તની સ્થિરતાને અર્થે તથા વિષયકષાયની પ્રવૃત્તિ રોકવાને અર્થે અને પરંપરાએ મુક્તિના કારણરૂપ એવું અરહંતાદિ પરમેષ્ઠીઓનું ધ્યાન કરવા યોગ્ય છે. ચિત્તની સ્થિરતા થયા પછી મુક્તિનું સાક્ષાત્ કારણ એવું શુદ્ધાત્મસ્વરૂપનું ધ્યાન જ યોગ્ય છે, આ પ્રકારે સાધન-સાધક ભાવને જાણીને ધ્યેય વસ્તુમાં વિવાદ કર્તવ્ય નથી, પંચ પરમેષ્ઠીનું ધ્યાન સાધક છે અને આત્મધ્યાન સાધ્ય છે. ૩૩ દર્શનોપયોગનું લક્ષણ કહે છે सयल-पयत्थहँ जं गहणु जीवहँ अग्गिमु होइ। वत्थु-विसेस-विवज्जियउ तं णिय दंसणु जोइ।।३४।। सकल पदार्थानां यद् ग्रहणं जीवानां अग्रिमं भवति। वस्तुविशेषविवर्जितं, तत् निज दर्शनं पश्य।। ३४ ।। પ્રથમ પદાર્થો જીવથી, જે સામાન્ય ગ્રહાય; વસ્તુ-વિશેષ વિહીન તે, દર્શન નિજ કહાય. ૩૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy