________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧/૬ વ્રતોનું યથાર્થ રીતે પાલન ઇત્યાદિ ભેદ રત્નત્રયનાં લક્ષણ છે તથા શુદ્ધાત્મ તત્ત્વમાં અભેદભાવે જે પરિણમન છે તે અભેદ રત્નત્રય છે અને એ જ સમ્યગ્દષ્ટિનું મુખ્ય લક્ષણ છે. સવિકલ્પ અવસ્થામાં તે જીવ ચિત્તની સ્થિરતા અર્થે પંચ પરમેષ્ઠીનું સ્તવન આદિ કરે છે, મંત્રાક્ષરોનું ધ્યાન કરે છે. પરંતુ પૂર્વોક્ત નિશ્ચય રત્નત્રયની પરિણતિના સમયમાં કેવલજ્ઞાનાદિ અનંતગુણોમાં પરિણમેલો પોતાનો શુદ્ધ સહજાત્મા જ ધ્યેય છે અને તે જ નિશ્ચયથી ઉપાદેય છે-અન્ય નહિ. ૩૧
આત્મતત્ત્વને યથાર્થપણે જાણનારા જ્ઞાનીઓ જ મોક્ષપદના વાસ્તવિક આરાધક છે એમ પ્રતિપાદન કરે છે
जे रयण-त्तउ णिम्मलउ णाणिय अप्पु भणंति। ते आराहय सिव पयहँ णिय अप्पा झायंति।।३२।। ये रत्नत्रयं निर्मलं ज्ञानिनः आत्मानं भणन्ति। ते आराधका; शिवपदस्य निजात्मानं ध्यायन्ति।। ३२ ।। જે જ્ઞાનીઓ વિમલ એ રત્નત્રય કહે આત્મ;
તે શિવપદ આરાધકો, ધ્યાવે નિજ સહજાન્મ. ૩૨
જે જ્ઞાની પુરુષો રાગાદિ દોષરહિત નિર્મલ રત્નત્રયને આત્મા કહે છે તેઓ મોક્ષપદના આરાધક છે તથા તેઓ જ પોતાના આત્માનું ધ્યાન કરે છે.
જે જ્ઞાની પુરુષો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્રચારિત્રરૂપ આત્માને માને છે તે શિવપદ એટલે મોક્ષપદની આરાધના કરી નિજ શુદ્ધ સહુજાત્મસ્વરૂપને શીધ્ર પામે છે. નિશ્ચયથી વિશુદ્ધ જ્ઞાનદર્શન સ્વરૂપ એવા આત્મસ્વરૂપનું ધ્યાન કરનાર અવશ્ય મોક્ષ પામે છે. શિવપદનો વાચ્ય મોક્ષપદાર્થ છે, એટલે શિવ શબ્દથી મોક્ષને કહે છે. ૩ર શુદ્ધાત્મધ્યાનથી મોક્ષ મળે છે
अप्पा गुणमउ णिम्मलउ अणुदिणु जे झायंति। ते पर णियमें परम-मुणि लहु णिव्वाणु लहंति।।३३।। आत्मानं गुणमयं निर्मलं अनुदिनं ये ध्यायन्ति। ते परं नियमेन परम मुनयः लघु निर्वाणं लभन्ते।। ३३ ।। આત્મા નિર્મલ ગુણમણિ, નિશદિન ધ્યાવે જેહુ;
પરમ મુનિ નિયમે લહે, શીધ્ર મોક્ષપદ તેહ. ૩૩
જે જીવો કેવલજ્ઞાનાદિ અનંત ગુણરૂપ અને ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મરૂપ મલથી રહિત એવા નિર્મલ આત્માને નિરંતર (અખંડપણે) ધ્યાવે છે તે મહામુનિઓ નિયમથી નિર્વાણને તરત પામે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com