________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૦૮
જીવોને જ્ઞાન પહેલાં સર્વ પદાર્થોનું ભેદરહિત (વિશેષતારહિત ) જે સામાન્ય-ગ્રહણ થાય છે તે આત્માનો દર્શનોપયોગ છે.
શિષ્ય કહે છે કે આપે પ્રથમ નિજાત્માના દર્શનને દર્શન કહ્યું છે અને અત્યારે પદાર્થના સામાન્ય અવલોકનને દર્શન કહો છો. એવું દર્શન તો મિથ્યાદષ્ટિઓને પણ હોય છે તેથી તેઓને પણ મોક્ષ થવો જોઈએ. સમાધાનચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એમ દર્શનોપયોગના ચાર ભેદ છે. એ ચા૨માં મનથી જે દેખવું તે અચક્ષુદર્શન છે અને આંખોથી જોવુંદેખવું તે ચતુદર્શન છે. આ ચારે દર્શનોમાંથી માનસ અચક્ષુદર્શન આત્મગ્રાહક છે. અને તે આત્મદર્શન મિથ્યાત્વ આદિ સાત પ્રકૃતિઓનો ક્ષય, ક્ષયોપશમ ઉપશમ થવાથી થાય છે. આ સમ્યગ્દષ્ટિનું દર્શન તત્ત્વાર્થ શ્રદ્ધાનપૂર્વક હોવાથી મોક્ષનું કારણ છે. મિથ્યાદષ્ટિઓને આત્માદર્શન થતું નથી. તેમને મોહનીયકર્મને લીધે આત્મશ્રદ્ધા થતી નથી. તેઓ ઇન્દ્રિયો વડે સ્થૂલ પદાર્થોને જાણે તથા દેખે છે, તે સમ્યગ્દર્શન નથી. તેથી બાહ્યદર્શન, મોક્ષનું કારણ નથી. ૩૪
છદ્મસ્થ જીવોને પ્રથમદર્શન અને પછી જ્ઞાન થાય છે. એમ કહે છે
दंसणपुव्वु हवेइ फुडु जं जीवहँ विण्णाणु । वत्थु-विसेसु मुणंतु जिय तं मुणि अविचलु णाणु ।। ३५ ।। दर्शनपूर्वं भवति स्फुटं यत् जीवानां विज्ञानम्। वस्तुविशेषं जानन् जीव तत् मन्यस्व अविचलं ज्ञानम् ।। ३५ ।। જીવને દર્શનપૂર્વ જે, સ્પષ્ટ થાય વિજ્ઞાન; જાણે વસ્તુવિશેષ તે, તે ગણ અવિચળ જ્ઞાન. ૩૫
જીવોને જે જ્ઞાન થાય છે, તે નિયમથી દર્શન પછી થાય છે, અર્થાત્
દર્શન ઉપયોગપૂર્વક થાય છે અને તે જ્ઞાન વસ્તુઓની વિશેષતાને જાણે છે. હું જીવ, તે જ્ઞાનને તું સંશય વિમોહ અને વિભ્રમરહિત જાણ.
પદાર્થને જે સામાન્યપણે ગ્રહણ કરે પણ વિશેષરૂપે ગ્રહણ ન કરે તે દર્શન ઉપયોગ છે તથા જે વસ્તુને ભેદ, આકાર, નામાદિરૂપે જાણે તે જ્ઞાનોપયોગ છે. આ પ્રમાણે દર્શન જ્ઞાનનું સ્વરૂપ છે.
શુદ્ધાત્મભાવનાના વ્યાખ્યાનના અવસરે વ્યવહાર સમ્યજ્ઞાનની વાત અત્રે અપ્રસ્તુત છે, તોપણ પ્રથમ અવસ્થામાં પ્રશંસનીય છે એમ ભગવાને કહ્યું છે. ચક્ષુ, અચક્ષુ, અવિધ તથા કેવલના ભેદથી દર્શન ઉપયોગ ચાર પ્રકારે છે. ભવ્યજીવને માનસ, નિર્વિલ્પ અચક્ષુદર્શન, દર્શન મોહનીય કર્મનો ક્ષય, ક્ષયોપશમ તથા ઉપશમ થવાથી શુદ્ધાત્માનુભૂતિ રુચિરૂપ વીતરાગ સમ્યક્ત્વ થાય છે, ત્યારે હોય છે, અર્થાત્ સ્વાનુભૂતિ સમયે જેમ સમ્યગ્દષ્ટિ જીવોને માનસ અચક્ષુદર્શન હોય છે, તેમ શુદ્ધાત્માનુભૂતિમાં સ્થિરતારૂપ વીતરાગ ચારિત્ર થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com