________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૯
નિષ્ક્રિય છે તેથી તેમને ગમનાગમન ક્રિયા કદી સંભવે નહિ. ૨૩
પંચાસ્તિકાયમાં કોને કેટલા પ્રદેશો છે તે કહે છે
धम्माधम्म वि एक्कु जिउ जि असंख-पदेस। गयणु अणंत-पएसु मुणि बहु-विह पुग्ग्ल-देस।।२४।। धर्माधर्मी अपि एक जीवः एतानि एव असंख्यप्रदेशानि। गगनं अनन्तप्रदेशं मन्यस्व बहुविधाः पुद्गलदेशाः।। २४ ।। ધર્મ અધર્મ જીવ એક એ, અસંખ્ય પ્રદેશ પ્રમાણ;
ગગન-પ્રદેશ અનંત ને, મુગલ બહુવિધ જાણ. ૨૪
ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને જીવદ્રવ્ય એમ પ્રત્યેક દ્રવ્યને તું અસંખ્યાત પ્રદેશવાળું માન, આકાશદ્રવ્ય અનંત પ્રદેશી છે અને પુદગલના પ્રદેશો અનેક પ્રકારે છે. પરમાણુ તો એક પ્રદેશી છે. અને સ્કંધ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશી પણ હોય છે.
જગતમાં ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે તથા તે અસંખ્યાત પ્રદેશ છે, અધર્માસ્તિકાય પણ એક દ્રવ્ય છે અને તે પણ અસંખ્યાત પ્રદેશ છે. જીવદ્રવ્યો અનંત છે અને એક એક જીવને અસંખ્યાત પ્રદેશ છે. આકાશ દ્રવ્ય એક તથા અનંત પ્રદેશી છે. પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશથી લઈને અનંત પ્રદેશ સુધીનું હોય છે. એક પરમાણુ એક પ્રદેશી છે અને જેમ જેમ તેમાં પરમાણુઓ ભળતા જાય છે તેમ તેમ પ્રદેશોની વૃદ્ધિ થાય છે, અર્થાત્ કોઈ પુગલ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશી પણ હોય છે. અનંત પરમાણુઓ મળવાથી અનંત પ્રદેશવાળું પુદ્ગલ બને છે. બીજાં દ્રવ્યોના તો વિસ્તારરૂપ પ્રદેશ છે અને પુગલના સ્કંધરૂપ પ્રદેશ છે. પુદ્ગલના કથનમાં પ્રદેશ શબ્દથી પરમાણુનું ગ્રહણ છે, ક્ષેત્રનું નહિ. પુદ્ગલનો પ્રચાર (ગમનાગમન) લોકમાં જ છે, અલોકાકાશમાં નથી. માટે અનંત ક્ષેત્ર પ્રદેશનો અભાવ થવાથી ક્ષેત્ર-પ્રદેશ નથી. ગાથામાં “પુરતુ તિવિટું પડુ” એમ પાાંતર પણ છે, તેનો અર્થ એ છે કે પુગલ સંખ્યાત, અસંખ્યાત તથા અનંત પ્રદેશી પરમાણુઓના મળવાથી છે એમ જાણવું જોઈએ. અર્થાત્ એક પરમાણુ એક પ્રદેશી અને ઘણા પરમાણુ ઘણા પ્રદેશી જાણવા.
શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ દ્રવ્યકર્મનો અભાવ હોવાથી આ આત્મા અમૂર્તિક છે, અને મિથ્યાત્વ રાગાદિરૂપ ભાવકર્મ તથા સંકલ્પ-વિકલ્પના અભાવને લીધે શુદ્ધ છે, લોકાકાશપ્રમાણ અસંખ્યાત પ્રદેશવાળો છે, તે પોતાનો શુદ્ધ સહજાત્મા જ વીતરાગ નિર્વિકલ્પ દશામાં સાક્ષાત્ ઉપાદેય છે. ૨૪
लोयागासु धरेवि जिय कहियइँ दव्वइँ जाइँ। एक्कहिं मिलियइँ इत्थु जगि सगुणहिं णिवसहिं ताइँ।।२५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com