________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૯૮
આત્માઓ નિષ્ક્રિય છે, અર્થાત્ તેઓ ગમનાગમન કરતા નથી. પુદ્ગલ સ્કંધોના ગમનનું બહિરંગ નિમિત્તે કાલાણુરૂપ કાલદ્રવ્ય છે. ભાવાર્થ કે સમયરૂપ વ્યવહારકાલની ઉત્પત્તિમાં મંદગતિરૂપે પરિણમેલ અવિભાગી પુદ્ગલપરમાણુ કારણ થાય છે. સમયરૂપ વ્યવહારકાલનું ઉપાદાન કારણ નિશ્ચય કાલદ્રવ્ય છે. પુદ્ગલપરમાણુ બહિરંગ કારણ છે. ઉપાદાન કારણ પુદગલપરમાણુ નથી. સમયાદિ વ્યવહારકાલનું મૂળ કારણ નિશ્ચય કાલાણુરૂપ કાલદ્રવ્ય છે, સમય કાલદ્રવ્યનો પર્યાય છે. પુદ્ગલ પરમાણુની મંદગતિમાં બહિરંગ નિમિત્ત કારણ છે પણ ઉપાદાન કારણ નથી. પુદ્ગલ પરમાણુ આકાશના પ્રદેશમાં મંદગતિથી ગમન કરે છે. તે જો શીધ્ર ગતિથી ગમન કરે તો એક સમયમાં ચૌદ રાજુ જાય છે. જેમ ઘટ પર્યાયની મૂળ ઉત્પત્તિમાં કારણ માટી છે અને બાહ્યકારણ કુંભાર છે તેમ સમય પર્યાયની ઉત્પત્તિમાં મૂળ કારણ તો કાલાણુરૂપ નિશ્ચયકાલ છે અને બાહ્ય નિમિત્તકારણ પુદ્ગલ પરમાણુ છે. જોકે પરમાણુની મંદગતિના સમયે ધર્મદ્રવ્ય સહાયક છે, તોપણ કાલાણુરૂપ નિશ્ચય કાલદ્રવ્ય સહકારીકરણ થાય છે. અત્રે કોઈ પ્રશ્ન કરે છે કે ગમનમાં ધર્મદ્રવ્ય સહાયક હોય છે અને આપ કાલને શા માટે સહાયક કહો છો? તેનું સમાધાન કે સહાયક કારણ ઘણાં પણ હોય છે અને ઉપાદાન કારણ એક હોય છે. પોતપોતાના ગુણ પર્યાયમાં ઉપાદાન કારણ પોતે છે. બીજાં દ્રવ્યો નહિ. માછલીઓની ગતિમાં સહાયક ધર્માસ્તિકાય છે, છતાં પાણી પણ ગતિમાં સહાયક છે. અર્થાત્ એક કાર્યમાં ઘણાં કારણો પણ હોય છે. ધર્મદ્રવ્ય છતાં જીવોની ગતિમાં કર્મ-નોકર્મ પણ સહાયક થાય છે. પુદ્ગલોની ગતિમાં પણ કાલદ્રવ્ય સહકારી કારણ થાય છે. પંચાસ્તિકાયમાં શ્રીકુંદકુંદાચાર્યે કહ્યું છે કે
जीवा पुग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा। पुग्गलकरणा जीवा खंदा खलु कालकरणहिं।।
જીવ અને પુદગલો દિયાવાન દ્રવ્ય છે. બાકીના દ્રવ્યો ક્રિયાવાન નથી. પુદગલને કારણે જીવ ક્રિયાવાન છે અને કાલરૂપ કારણને લીધે-પુદગલ દ્રવ્ય ક્રિયાવાન છે. નિશ્ચયથી જીવ હલન-ચલન ક્રિયાથી રહિત જ છે.
यावत्क्रियाः प्रवर्तन्ते तावद द्वैतस्य गोचरः।
अद्वये निष्कले प्राप्ते निःक्रियस्य कुतः क्रिया।।
જ્યાં સુધી આ જીવને હલન-ચલનાદિ ક્રિયા છે, એક ગતિથી બીજી ગતિમાં જવાનું છે ત્યાં સુધી બીજાં દ્રવ્યોનો સંબંધ છે. જ્યારથી તેને અન્ય દ્રવ્યનો સંબંધ છૂટી ગયો અને તે અદ્વિત થયો ત્યારથી તે નિષ્કલ અર્થાત્ શરીરરહિત નિષ્ક્રિય છે, તેથી તેને હલન-ચલનાદિ ક્રિયા કયાંથી હોઈ શકે ? અર્થાત્ સંસારી જીવને કર્મના સંબંધથી ગમનાગમન છે, સિદ્ધ ભગવાન કર્મરહિત,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com