SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૃથ્વી પથ્થર આદિ બાદરબાદર પુદગલ છે, જળ, ઘી આદિ બાદર છે. છાયા, તડકો, ચંદ્રની ચાંદની આદિ બાદરસૂક્ષ્મ કહેવાય છે. આંખ સિવાયના ચાર ઇન્દ્રિયના વિષયો, જેમકે રસ ગંધ આદિ સૂક્ષ્મબાદર છે, કર્મવર્ગણાઓ સૂમ પુદ્ગલોમાં સમાવેશ પામે છે અને પરમાણુ સૂક્ષ્મસૂક્ષ્મ કહેવાય છે. જોકે વજવૃષભનારા સહુનનરૂપ પુગલ દ્રવ્ય મુક્તિગમનકાલમાં સહકારી કારણ થાય છે, અને અધર્મદ્રવ્ય લોકાગ્રે સ્થિતિ કરીન રક્ષા જીવન સ્થિતિમાં સહકારી કારણ છે, આકાશદ્રવ્ય અવકાશદાન આપવામાં સહાયક છે છતાં અનંત સિદ્ધ પરમાત્માઓ નિશ્ચયથી પોતાના સ્વભાવમાં જ સ્થિતિ કરીને રહેલા છે. તેમને પરદ્રવ્યનું કંઈ પણ પ્રયોજન નથી. જોકે અનેક મુક્તાત્માઓ એકત્ર રહે છે તોપણ પ્રત્યેક આત્મા પોતપોતાના પ્રદેશે કરી ભિન્ન છે અને પોતપોતાનું સુખ અનુભવ્યા કરે છે. પરસ્પર મળી જતા નથી. પુલાદિ પાંચે દ્રવ્ય નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ પોતપોતાનું દ્રવ્ય છે. ૧૯ આકાશ દ્રવ્યનું લક્ષણ કહે છે दव्वइँ सयलइँ वरि ठियइँ णियमें जासु वसंति। तं णहु दव्यु वियाणि तुहुँ जिणवर एउ भणंति।।२०।। द्रव्याणि सकलानि उदरे स्थितानि नियमेन यस्य वसन्ति। तत् नभ: द्रव्यं विजानीहि त्वं जिनवरा एतद् भणन्ति।। २०।। જેના ઉદર વસે ખરે, સર્વ દ્રવ્ય સંસ્થિત; તે નભ દ્રવ્ય તું જાણ જે જિનવરદેવ કથિત. ૨૦ જેની અંદર સર્વ પદાર્થો આધાર કરીને નિયમથી રહે છે તેને તું આકાશ દ્રવ્ય જાણ, એમ ભગવાન જિનેન્દ્ર કહે છે. લોકાકાશ આધાર છે અને દ્રવ્યો આધેય છે. જોકે સમસ્ત પદાર્થો આકાશમાં એક ક્ષેત્રાવગાહપણે રહેલાં છે, તોપણ તેઓ આત્માથી અત્યંત ભિન્ન છે, માટે ત્યાગવા યોગ્ય છે અને આત્મા જ સાક્ષાત્ આરાધવા યોગ્ય છે, કારણ કે તે જ અનંત સુખસ્વરૂપ અવિનાશી અને અનંત જ્ઞાનવાન છે. ૨૦ કાલ દ્રવ્યનું સ્વરૂપ કહે છે काल मुणिज्जहि दव्वु तुहुँ वट्टण-लक्खणु एउ। रयणहँ रासि विभिण्ण जिम तसु अणुयहँ तह भेउ।।२१।। कालं मन्यस्व द्रव्यं त्वं वर्तनालक्षणं एतत्। रत्नानां राशिः विभिन्नः यथा तस्य अणूनां तथा भेदः।। २१ ।। જાણ વર્તના લક્ષણે, કાળ દ્રવ્ય પણ જેહુ; રત્નરાશિ સમ ભિન્ન સૌ, કાલઅણ ગણ એહ. ૨૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008277
Book TitleParmatma Prakash
Original Sutra AuthorYogindudev
AuthorRavjibhai C Desai, Gunbhadra Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Rajchandra
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy