________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
मर्तिविहीनः ज्ञानमयः परमानन्दस्वभावः। नियमेन योगिन् आत्मानं मन्यस्व नित्यं निरञ्जनं भावम्।। १८ ।। યોગિન, અમૂર્ત જ્ઞાનમય, પરમાનંદ-સ્વભાવ;
નિયમે આત્મા માન તું, નિત્ય નિરંજન ભાવ. ૧૮
હે યોગી, મૂર્તિથી રહિત-અમૂર્તિક, જ્ઞાનમય, પરમાનંદ સ્વભાવવાળા, નિત્ય નિરંજન તથા ભાવસ્વરૂપ એવા આત્માને નિયમથી તું જાણ.
આત્મામાં સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નથી, માટે તે અમૂર્તિક છે. લોકાલોકપ્રકાશક તથા કમ, કારણ અને વ્યવધાનથી રહિત એવું જ કેવલજ્ઞાન, તેથી આત્મા સહિત છે તેથી જ્ઞાનમય છે. વીતરાગ પરમાનંદ એકરૂપ સુખામૃતના આસ્વાદથી સમરસીભાવમાં પરિણમેલો હોવાથી આત્મા પરમાનંદ સ્વભાવવાળો છે. ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળો હોવાથી આત્મા નિત્ય છે; ભાવરૂપ છે, ઉત્કૃષ્ટ પદાર્થ છે, અભાવરૂપ નથી તથા મિથ્યાત્વ રાગાદિરૂપ અંજનનો અભાવ થવાથી આત્મા નિરંજન છે. આ પ્રમાણે આત્માને તું યથાર્થપણે જાણ. ઉપરોક્ત ગુણોવાળો આત્મા ઉપાદેય છે. શેષ સર્વ ય છે. ૧૮
पुग्गल छव्विहु मुत्तु वढ इयर अमुत्तु वियाणि। धम्माधम्मु वि गयठियहँ कारणु पभणहिं णाणि।।१९।। पुद्गलः षड़विध; मूर्तः वत्स इतराणि अमूर्तानि विजानीहि। धर्माधर्ममपि गतिस्थित्योः कारणं प्रभणन्ति ज्ञानिनः ।। १९ ।। પુદ્ગલ કવિધ મૂર્ત એ, અન્ય અમૂર્તિક જાણ;
ધર્માધર્મ ગતિસ્થિતિ હેતુ કહે સુજાણ. ૧૯
હે વત્સ, પુદગલ દ્રવ્ય છ પ્રકારે છે તથા તે મૂર્તિક છે, બીજાં દ્રવ્યો અમૂર્ત છે એમ તું જાણ. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય જીવ પુદ્ગલની ગતિ તથા સ્થિતિમાં ઉદાસીનપણે સહાયક છે એમ કેવલી ભગવાન કહે છે.
બાદરબાદર, બાદર, બાદરસૂક્ષ્મ, સૂક્ષ્મબાદર, સૂક્ષ્મ અને સૂક્ષ્મસૂક્ષ્મ એમ પુદ્ગલના છ ભેદ છે.
કહ્યું છે કે
पुढवी जलं च छाया चउरिदियविसय कम्मपाउग्गा।
कम्मातीदा एवं छब्भेया पुग्गला होति।।
પૃથ્વી, પાણી, છાયા, આંખ સિવાયના ચાર ઇન્દ્રિયના વિષયો, કર્મવર્ગણા તથા પરમાણુ એમ છ વસ્તુઓથી પુદ્ગલના છ ભેદ સમજી લેવા જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com