________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
વર્તના લક્ષણવાળા એવા કાલદ્રવ્યને પણ તું જાણ. જેમ રત્નોના ઢગલામાં રત્નો જુદા જુદા રહેલાં છે તેમ તે કાલદ્રવ્યના અણુઓ છે, એટલે એક કાલાણુ બીજા કાલાણુથી મળતો નથી.
પોતાની મેળે પરિણમતાં દ્રવ્યોને જે બહિરંગ સહકારી કારણ છે તે વર્તના છે. તે વર્તના કાલનું લક્ષણ છે. જોકે દ્રવ્ય પોતે પરિણમે છે પણ તેમાં બાહ્ય કારણની જરૂર હોય છે, જેમ કુંભારનો ચાક ફરે છે પણ તેમાં નીચેની ખીલી ચાક ફરવામાં સહાયક હોય છે, તેમ દ્રવ્યોના પરિવર્તનમાં કાલ સહાયક થાય છે. તે કાલદ્રવ્ય અસંખ્યાત જુદા જુદા કાલાણુઓ રૂપે છે.
અહીં કોઈ શંકા કરે છે કે સમય જ નિશ્ચયકાલ છે. અન્ય કોઈ નિશ્ચયકાલ નામવાળું કાલદ્રવ્ય નથી. અર્થાત્ સમયને જ મૂળ દ્રવ્ય માનો. કાલદ્રવ્ય માનવાની શી આવશ્યકતા છે? આચાર્યશ્રી તેનું સમાધાન કરે છે કેસમય તે કાલદ્રવ્યનો પર્યાય છે, કારણ કે તે વિનાશ પામે છે. શ્રી પંચાસ્તિકાયમાં સમયનું નાશપણું બતાવ્યું છે “સમનો ૩UUU[પદ્ધતી” અર્થાત્ સમય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આ કથનથી એમ જણાય છે કે સમય એ પર્યાય (અવસ્થા) છે. દ્રવ્ય વિના પર્યાયનો સંભવ હોય નહિ. તો સમય કોનો પર્યાય છે? એમ વિચારીએ ત્યારે સમય પુદ્ગલનો પર્યાય થઈ શકે નહિ. કારણ કે જો તે પુદ્ગલનો પર્યાય હોય તો મૂર્તિકપણાનો પ્રસંગ આવે, પણ સમય તો અમૂર્તિક છે. માટે સમય જેનો પર્યાય છે એવું કાલદ્રવ્ય છે. પુદગલપરમાણુ આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે ગમન કરે અને તેમાં જેટલો વખત થાય તેને સમય કહેવામાં આવે છે અને તે સમય પર્યાય કાલદ્રવ્યનો છે. તે પુદગલપરમાણુના નિમિત્તે થાય છે. નેત્રોનું ઊઘડવું તથા બંધ થવું તેથી નિમેષ પર્યાય થાય છે, જળ પાત્ર તથા હસ્તદિન વ્યાપાર (ક્રિયા)થી ઘટિકા (ઘડા) થાય છે. અને સૂર્યબિંબના દર્શનથી-ઊગવાથી દિવસ થાય છે. એ પર્યાયો કાલદ્રવ્યના છે. પણ પુદ્ગલ એમાં નિમિત્ત કારણ છે. મૂળ કારણ નથી. મૂળ કારણ કાલ છે. જો ઉક્ત પર્યાયોનું મૂળ કારણ પુદ્ગલ હોય તો પુદ્ગલની સમાન સમયાદિ પર્યાયો પણ મૂર્તિક ગણાય. પણ સમય અમૂર્તિક છે, કાલના પર્યાય છે. સમય પોતે દ્રવ્ય નથી. કાળ-દ્રવ્ય અણુરૂપ, અમૂર્તિક અને અવિનાશી છે, પણ સમયાદિ પર્યાય વિનશ્વર છે, દ્રવ્યમાં જ અવિનાશીપણું હોય છે, પણ પર્યાય નાશવાન છે, તે અવિનાશી નથી. માટે સમયાદિ કાલદ્રવ્યના પર્યાય છે પણ પુગલના પર્યાય નથી એમ જાણવું જોઈએ. પુદગલ પર્યાય મૂર્તિક છે. શુદ્ધબુદ્ધ એક સ્વભાવવાળો આત્મા જ સર્વથા ઉપાદેય છે અને કાલદ્રવ્ય આત્માથી ભિન્ન હોવાથી હેય છે. ૨૧
ધર્મ, અધર્મ તથા આકાશ એક એક દ્રવ્ય છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com