________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨]
[ પરમાગમસાર એમ રાગમાં એકતાબુદ્ધિથી જાણે છે-માને છે, તેથી તે મિથ્યાદષ્ટિ છે. ૩૦૨.
ભાઈ તારા મહાભ્યની શી વાત! જેનું સ્મરણ થતાં જ આનંદ આવે એના અનુભવના આનંદની શી વાત! અહો! મારી તાકાત તે કેટલી? જેમાં નજરું નાખતાં નિધાન ખુલી જાય છે તે વસ્તુ કેવી ? રાગને રાખવાનો તો મારો સ્વભાવ નહિ. પણ અલ્પજ્ઞતાને પણ હું રાખી શકું નહિ.-એમ પોતાને પ્રતીતિ આવતાં હું સર્વજ્ઞ થઈશ ને અલ્પજ્ઞ નહિ રહી શકું એમ ભરોસો આવી જાય છે. ૩૦૩.
આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ કે હું આવો મહાન પદાર્થ!-એ નિરાવલંબનપણે કોઈના આધાર વિના અદ્ધરથી વિચારની ધૂન ચાલતાં ચાલતાં એવો રસ આવે કે બહારમાં આવવું ગોઠ નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું.. આ.. હું એમ ઘોલનનું જોર ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. (નિર્વિકલ્પ થવા પહેલાંની દશા આવી હોય છે.) ૩૦૪.
- આ આત્માને પરમાત્મા થવાની વાત અબજો રૂપિયા આપે તો પણ સાંભળવા મળે તેવી નથી. આ પરમાત્માની વાત પૈસાની ચીજ જ નથી. આનું પૈસાથી મૂલ્યાંકન થઈ શકે નહિ. બહારની ચીજથી મૂલ્યાંકન થઈ શકે એવી આ ચીજ જ નથી. ૩૦૫.
માથાનો કાપનાર, કંઠનો, છેદનાર, પોતાનું જેટલું અહિત નથી કરતો તેટલું અહિત પોતાનો ઊંધો અભિપ્રાય કરે છે, જગતને પોતાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com