________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૩
પરમાગમસાર] ઊંધા અભિપ્રાયની ભયાનકતા ભાસતી નથી. ૩૦૬.
જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે, તે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન થવાનું લક્ષણ છે. આત્મામાં રાગની ગંધ નથી. રાગના જેટલા વિકલ્પો ઊઠે છે તેમાં બળું છું તેમ દુ:ખ દુઃખ ને દુઃખ છે-ઝેર છે તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે તો ભેદજ્ઞાન પ્રગટે છે. ૩૦૭.
પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે ! એ વિસામો ખાવા ઊભો રહેતો હશે! એમ આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે અને અંદર કામ કરવાના ઘણા છે. એમ પોતાને લાગવું જોઈએ. ૩૦૮.
સત્યની વાત સમજવામાં ટકી રહેવું એ પણ એક પુરુષાર્થ છે. ૩૦૯.
પરાવલંબી ભાવોમાં કયાંક કયાંક મહિમા રહી જાય છે એટલે આત્માની મહિમાનું ખૂન થઈ જાય છે. ૩૧૦.
ભાઈ ! તું શરીર સામું ન જો ! તારા વિકલ્પ મફતમાં જાય છે ને આત્માનું કાર્ય પણ થતું નથી. શરીર દગો દેશે. ભાઈ ! તારા આત્માનું કરવાનું છે તે કરી લે. ૩૧૧.
પરસત્તાવાળા તત્ત્વોને ગ્રહવાનું અભિમાન. પરસત્તાવાળા તત્ત્વોને ત્યાગવાનું અભિમાન. એ અભિમાન જ મિથ્યાત્વ છે. અને તે સાત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com