________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[ ૮૧ દોહન ૪૭ શક્તિઓ છે. શક્તિઓનું વર્ણન કરીને આત્માનું પરમાત્માપણું ખોલી નાખ્યું છે. આ શક્તિઓના વર્ણનમાં તો કેવળીના પેટ છે. ભરતક્ષેત્રમાં અજોડ શાસ્ત્ર સમયસાર છે. ૨૯૮.
*
અહો ! સમ્યગ્દષ્ટિ જીવ છ છ ખંડના રાજ્યમાં ઊભા હોય છતાં તેના જ્ઞાનમાં જરીયે મચક નથી આવતી કે આ મારા છે અને છત્તું હજાર અપ્સરા જેવી રાણીઓના વૃંદમાં ઊભા હોય છતાં જરીયે એમાં સુખબુદ્ધિ થતી નથી. અરે! કોઈ નરકની ભીષણ વેદનામાં પડયા હોય તોપણ અતીન્દ્રિય આનંદની વેદનની અધિકતા છૂટતી નથી. એ સમ્યગ્દર્શનનું શું મહાત્મ્ય છે તે જગતને બાહ્યદષ્ટિથી કળવું કઠણ છે. ૨૯૯.
*
દર્શન મોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શન મોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે તેવો નથી.
૩૦૦.
*
આત્માને માટે કાંઈક એની પાછળ પડવું જોઈએ. આનું આ રટણ કરવું જોઈએ. જાગતાં, ઉંઘતાં એનો પ્રયત્ન જોઈએ. એની રુચિનો પ્રકા૨ સરખો થવો જોઈએ. અંદરમાં પરમેશ્વર કેટલો મહાન છે! એને જોવાનું કુતૂહલ જાગે તેને જોયા વિના ચેન ન પડે. ૩૦૧.
*
કોઈપણ જીવ પોતાની હૈયાતી વિના, ક્રોધાદિ થવા કાળે, આ ક્રોધાદિ છે, એમ જાણી શકે જ નહિ. પોતાની વિદ્યમાનતામાં જ એ ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતાં પણ જ્ઞાન... જ્ઞાન એમ મુખ્યપણે જણાવા છતાં જ્ઞાન તે હું એમ ન માનતાં. જ્ઞાનમાં જણાતા રાગાદિ તે હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com