________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦]
ગમસાર યોગ્ય પુરુષાર્થ કરતો નથી તેથી વિકલ્પ તૂટતો નથી. વિકલ્પને તોડવો નથી પડતો પણ સ્વરૂપમાં ઢળવાનો પુરુષાર્થ ઉગ્ર થતાં વિકલ્પ સહુજ તૂટી જાય છે. ર૯૪.
એક સમયની નિર્મળ પર્યાય જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે તેને રત્નત્રય કહ્યું છે તો તેનું ફળ જે કેવળજ્ઞાન પર્યાય તે મહારત્ન છે અને જ્ઞાનગુણની એક સમયની તે પર્યાય તે મહારત્ન છે તો તેવી અનંત અનંત પર્યાયનો ધરનાર જ્ઞાનગુણ તે મહારત્ન છે. એવા જ્ઞાન આનંદ આદિ અનંતા ગુણોરૂપ મહામહા રત્નોનો ધરનાર આત્મદ્રવ્ય એ તો મહા રત્નોથી ભરેલો સાગર છે. એના મહિમાનું શું કહેવું? અહો ! એનો મહિમા વચનાતીત છે. એ અપાર અપાર મહિમા અનુભવ ગમ્ય જ છે. આવા સ્વભાવનો વિશ્વાસ ને દષ્ટિ કરે તો ખબર પડે. ૨૯૫.
સંતો કહે છે કે અમે અમારા સ્વઘરમાં આવ્યા. હવે અનુકૂળતાના બરફમાં અમે ઓગળી જવાના નથી અને પ્રતિકૂળતાની અગ્નિમાં બળવાના નથી. અમારો જ્ઞાન વિલાસ પ્રગટયો છે એમાં અમે પોઢયા તે પોઢયા. હવે અમને ઉઠાડવા કોઈ સમર્થ નથી. ર૯૬.
અનુભવની શોભા ખરેખર આત્મદ્રવ્યને લઈને છે. આત્મદ્રવ્ય કૂટસ્થ હોવાથી જોકે અનુભવમાં આવતું નથી. અનુભવ તો પર્યાયનો જ થાય છે, પરંતુ પર્યાયે દ્રવ્યને સ્વીકાર્યું એ પર્યાયની શોભા આત્મદ્રવ્યને લઈને જ છે. ર૯૭.
સમયસાર એટલે સર્વજ્ઞની દિવ્યધ્વનિનું વર્તમાન પુરું રૂપ. બાર અંગ અને ચૌદ પૂર્વનું દોહન સમયસાર છે અને આખા સમયસારનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com