________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
[ પરમાગમસા૨
કહ્યું છે કે અમારા દુશ્મનને પણ દ્રવ્યલિંગ ન હો! અમારે વ્યક્તિગત કોઈની સાથે વિરોધ નથી. તે બધા પણ દ્રવ્યસ્વભાવે તો પ્રભુ છે એથી દ્રવ્યે તો તેઓ સાધર્મી છે તેથી અમને સમભાવ છે. ૨૮૮.
*
સમ્યગ્દષ્ટિ એમ જાણે છે કે શુદ્ધ નિશ્ચયનયથી હું મોહ-રાગ-દ્વેષ રહિત છું, એથી સમ્યગ્દષ્ટિને એમ હોતું નથી કે શુભ ને અશુભ બન્ને સરખા છે. માટે અશુભ ભલે આવે? સમ્યગ્દષ્ટિ અશુભથી છૂટવા વાંચન, શ્રવણ, વિચાર, ભક્તિ આદિ કરે છે. પ્રયત્નથી પણ અશુભ છોડી શુભ કરો એમ શાસ્ત્રમાં ઉપદેશ આવે છે. શુભ ને અશુભ ૫૨માર્થે સરખા છે તોપણ પોતાની ભૂમિકા પ્રમાણે અશુભ કરતાં શુભમાં રહેવાનો વિવેક હોય છે અને તેવો વિકલ્પ પણ આવે છે. ૨૮૯.
*
સ્વસમય અને પ૨સમય સાથે વાદ-વિવાદ કરવા યોગ્ય નથી. તું તારા આત્માનો અનુભવ કર. ૫૨ની સાથે વાદ-વિવાદમાં પડવા જેવું નથી. નિધાન પામીને નિજ વતનમાં જઈ ભોગવવા કહ્યું છે માટે પોતાની નિધિ પામી પોતે એકલા ભોગવવા જેવું છે. ૨૯૦.
*
પ્રશ્ન:- સમ્યક્ સન્મુખ જીવ તત્ત્વના વિચારમાં રાગને પોતાનો જાણે છે કે પુદ્ગલનો જાણે છે?
ઉત્તર:- સમ્યક્ સન્મુખ જીવ રાગ તે પોતાનો અપરાધ છે તેમ જાણે છે અને અંદર ઉતારવા માટે રાગ તે મારું સ્વરૂપ નથી, રાગ તે હું નથી તેમ જાણીને તેનું લક્ષ છોડી અંદરમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે.
૨૯૧
*
પ્રશ્ન:- સ્વભાવ સન્મુખ થવા હું શુદ્ધ છું, જ્ઞાયક છું, આદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com