________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭૭
પરમાગમસાર]
આચાર્યદવ કહે છે કે અનેક પ્રકારના શુભ વિકલ્પો કરવાથી કાર્યસિદ્ધિ તો કાંઈ થતી નથી. કાર્યસિદ્ધિ તો અનંત અનંત આનંદના સાગર એવા આત્મા તરફ જવાથી જ થાય છે. ત્યાં કેમ જતો નથી? અનેક પ્રકારના શુભ વિકલ્પોની ક્રિયામાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ સ્વાનુભવની કાર્યસિદ્ધિ કરવાથી ભ્રષ્ટ થાય છે. પહેલા આત્માનો નિર્ણય કરીને સ્વાનુભવનો પ્રયત્ન કરવો જોઈએ. એ ન કરતાં શુભ વિકલ્પમાં ને વિકલ્પમાં આગળ વધતો જાય છે તે સ્વાનુભવથી ભ્રષ્ટ થાય છે. અશુભમાં જવાની તો વાત છે જ નહિ. શ્રીમદ્ પણ કહે છે કે એકલું વાંચન કર્યા કરવાથી મનન શક્તિ ઘટે છે. તેમ એકલા શુભ વિકલ્પો ને ક્રિયાકાંડમાં વધતો જાય છે તેમ સ્વાનુભવથી ભ્રષ્ટ થતો જાય છે. સર્વ શાસ્ત્ર જાણવાનો સાર તો આત્માનો અનુભવ કરવો તે છે. બાર અંગમાં પણ આત્માનુભૂતિ જ કરવાનું કહ્યું છે. ૨૮૬.
પ્રશ્ન:- શુદ્ધનિશ્ચયનયનો પક્ષ તો કરવો ને?
ઉત્તરઃ- પક્ષ કરવો એટલે શું? અનુભવમાં જતાં પહેલા એવો પક્ષ આવે છે કે હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ છું. પુણ્ય-પાપ ભાવ તે હું નહિ-એવો વિકલ્પ સહિત નિર્ણય પહેલા આવે છે પણ એ મૂળ પરમાર્થ વસ્તુ નથી. પહેલા શુદ્ધ નિશ્ચયનયનો પક્ષ આવે છે. હોય છે પણ અંદર સ્વાનુભવથી નિર્ણય કરવો એ મૂળ વસ્તુ છે. ૨૮૭.
અહો ! ભગવાનના વિરહ અહીં પડ્યા ને તત્ત્વની વિપરીત શ્રદ્ધાઆચરણવાળાને રોકનાર કોઈ રહ્યું નહિ. વસ્તુ અંતરની છે ને લોકો બાહ્ય ક્રિયાકાંડમાં ચડી ગયા! ભાઈ ! અમે તો વસ્તુનું સ્વરૂપ જે સત્ય છે તે કહીએ છીએ. એથી વિપરીત શ્રદ્ધાવાળાને ન રુચે તો માફ કરજો. ભાઈ ! વિપરીત શ્રદ્ધાના ફળ બહુ આકરા છે. તેથી તો શ્રી કુંદકુંદાચાર્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com