________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર]
[૭૫ હા એટલે સ્વભાવની પ્રતીત કરીને હા આવે ત્યારે એના કલ્યાણની શરૂઆત થાય. ૨૭૮.
પ્રશ્ન:- દ્રવ્યલિંગીને શુભમાં રુચિ છે કે અશુભમાં પણ છે? ઉત્તરઃ- દ્રવ્યલિંગીને શુભમાં રૂચિ છે. ૨૭૯.
પ્રશ્ન:- કાયા અને કષાયમાં એકત્વ છે તેનો ખ્યાલ તેને આવે છે? ઉત્તર:- તેને ખ્યાલ આવતો નથી. પ્રશ્ન- તો ધારણાજ્ઞાન પણ તેને સાચું ન થયું?
ઉત્તર:- તત્ત્વના જાણપણાનું ધારણાજ્ઞાન તો તેને બરાબર છે પણ પોતે કયાં અટકે છે તે પકડાતું નથી. કષાયની ઘણી મંદતા છે તેમાં સ્વાનુભવ માને છે. ૨૮૦.
પ્રશ્ન:- બંધનું કારણ પરદ્રવ્ય ને મોક્ષનું કારણ સ્વદ્રવ્ય છે ને?
ઉત્તરઃ- બંધનું કારણ પરદ્રવ્ય નથી. પરદ્રવ્ય તો સદાય હોય છે. જો તે બંધનું કારણ હોય તો બંધ રહિત ક્યારેય ન થઈ શકે. પરદ્રવ્ય પ્રત્યેનું સ્વામીત્વ તે બંધનું કારણ છે અને સ્વદ્રવ્ય પણ અનાદિથી છે જ છતાં મોક્ષ થયો નહિ. તેથી સ્વદ્રવ્યમાં સ્વામીત્વ તે મોક્ષનું કારણ છે. સ્વદ્રવ્યમાં સ્વામીપણું થતાં પરદ્રવ્ય હોવા છતાં પણ બંધ થતો નથી. માટે સ્વદ્રવ્યનાં સ્વામીપણું તે મોક્ષનું કારણ છે ને પરદ્રવ્યમાં સ્વામીપણું તે બંધનું કારણ છે. ૨૮૧.
કાળનયે જેની સિદ્ધિ સમય પર આધાર રાખે છે એટલે સમ્યગ્દર્શન, સમ્યક્રચારિત્ર, કેવળજ્ઞાન આદિ જે સમયે થવાના છે તે જ સમયે થાય છે. જે કાળે જે થવાનું તે જ કાળે તે થાય. પણ એનો અર્થ એમ નથી કે પુરુષાર્થ વિના થઈ જાય! કાળનયને દેખનાર સાધકની દષ્ટિ કાળ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com