________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૭૪ ]
તેને કયાંથી દેખાય ? અંદરમાં લક્ષ યથાર્થ કરે તો ધ્રુવસ્વભાવ તેને દેખાય જ. પર્યાય પાછળ દ્રવ્ય સ્વભાવ પડયો છે. જ્યાં નજર કરે તો ધ્રુવસ્વભાવ દેખાય જ. ૨૭૫.
*
પ્રશ્નઃ- અભેદસ્વરૂપ આત્માની અનુભૂતિ થઈ ગયા પછી વ્રતાદિ કરવાથી શું લાભ છે?
ઉત્તરઃ- શુદ્ધાત્માનો અનુભવ થયા પછી પાંચમે છટ્ટે ગુણસ્થાને તે તે પ્રકારનો શુભ રાગ આવ્યા વિના રહેતો નથી. તે શુભ રાગ બંધનું કા૨ણ છે અને હૈય છે તેમ જ્ઞાની જાણે છે. શુદ્ધતાની વૃદ્ધિ અનુસાર કષાય ઘટતો જતો હોવાથી વ્રતાદિનો શુભરાગ આવ્યા વિના રહે જ નહિ એવો
જ સ્વભાવ છે. ૨૭૬.
*
પ્રશ્ન:- પરના લક્ષથી આત્મામાં જવાતું નથી, પણ શાસ્ત્ર વાંચવાથી તો આત્મામાં જવાય છે ને ?
ઉત્તર:- શાસ્ત્ર વાંચવાના વિકલ્પથી પણ આત્મામાં જવાતું નથી.
પ્રશ્નઃ- તો શાસ્ત્ર વાંચવા નહિ ને?
ઉત્તર:- આત્માના લક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો તેમ પ્રવચનસારમાં કહ્યું છે અને સમયસારની પહેલી ગાથામાં આચાર્યદેવે કહ્યું કે તારી પર્યાયમાં સિદ્ધોની સ્થાપના કરીને સાંભળ! એનો અર્થ એ કે તું સિદ્ધ-સ્વરૂપ છો એવી શ્રદ્ધા-પ્રતીતિ કરીને સાંભળ. સિદ્ધસ્વરૂપમાં દષ્ટિ જોડી છે એટલે સાંભળતા અને વાંચતા પણ એ સ્વરૂપમાં એકાગ્રતાની વૃદ્ધિ થશે. ૨૭૭.
*
વાંચવું સાંભળવું આદિ બહારથી બધું કરે પણ એનાથી શું? એને પોતાથી અંદરથી હા આવવી જોઈએ કે રાગ તે હું નહિ અને શાયક સ્વરૂપ ધ્રુવવસ્તુ તે જ હું એમ એના અસ્તિત્વની અંદરથી હા આવે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com