________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[ ૭૧
તેને પરમપારિણામિકભાવ કહો કે એકરૂપ ભાવ કહો, અહીં તેને શુદ્ધભાવ કહેવામાં આવે છે. તેનાથી જીવાદિ સાત બાહ્યતત્ત્વો ભિન્ન છે. નિમિત્ત આદિ તો ભિન્ન છે જ પણ રાગાદિ અશુદ્ધભાવ છે તે બહિર્તત્ત્વ છે અને પૂર્ણ સ્વરૂપના આશ્રયે જે વીતરાગી પર્યાય ઉત્પન્ન થઈ તે પણ પર્યાય હોવાથી બહિર્તત્ત્વ છે ને બહિર્તત્ત્વ છે તે હૈય છે. ૨૬૫.
*
કારણપરમાત્મા એ જ ખરેખર આત્મા છે. નિર્ણય કરે છે પર્યાય. નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય. પણ તેનો વિષય છે કા૨ણપ૨માત્મા. તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહા૨ કહીને, અણાત્મા કહ્યો છે. ૨૬૬.
*
અલિંગગ્રહણના ૨૦ માં બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે આનંદનુંવેદન પરિણતિમાં છે. ત્રિકાળીનું વેદન થતું નથી. તેથી વેદનમાં આવ્યો તે હું–એમ કહ્યું છે. જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ. અહીં સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળીધ્રુવસામાન્ય તે એક જ સર્વ તત્ત્વોમાં સાર છે. એ વસ્તુ પોતે ધ્રુવ છે. તેના ઉપર લક્ષ જતાં સમ્યગ્દર્શન થાય છે. ૨૬૭.
*
ત્રિકાળી દ્રવ્યનો અવતાર શુદ્ધજ્ઞાન જ છે. અવતાર એટલે નવી ઉત્પત્તિ એમ નહીં પણ શુદ્ધજ્ઞાનસ્વરૂપ છે. વિકલ્પથી કે રાગથી રહિત જ છે. ગુણ-ગુણીના ભેદથી રહિત શુદ્ધ જ્ઞાનસ્વરૂપ જ છે. તથા સુખસાગરનો પૂર છે. વસ્તુ પોતે સુખસાગરનો પૂર છે. વસ્તુમાં સુખસાગરની ભરતી ભરી પડી છે, અતીન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ છે તે શુદ્ધભાવ છે, સામાન્યભાવ છે, જ્ઞાયકભાવ છે, તેનો એક સમયમાત્ર અનુભવ થતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com