________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
[ પરમાગમસાર
અંતર્મગ્ન થઈ ગઈ ત્યાં તેને ફેરવવાનું ક્યાં કહ્યું ? તે પર્યાય પોતે દ્રવ્યના કાબુમાં આવી જ ગયેલી છે. પર્યાય આવશે કયાંથી ? દ્રવ્યમાંથી, માટે જ્યાં આખા દ્રવ્યને કાબુમાં લઈ લીધું (-શ્રદ્ધા-જ્ઞાનમાં સ્વીકારી લીધું) ત્યાં પર્યાયો કાબુમાં આવી જ ગઇ એટલે કે દ્રવ્યના આશ્રયે પર્યાયો સમ્યક નિર્મળ જ થવા માંડી. જ્યાં સ્વભાવ નક્કી કર્યો ત્યાં જ મિથ્યાજ્ઞાન ટળીને સમ્યજ્ઞાન થયું, મિથ્યાશ્રદ્ધા પલટીને સમ્યગ્દર્શન થયું. એ પ્રમાણે નિર્મળ પર્યાય થવા માંડી તે પણ વસ્તુનો ધર્મ છે. વસ્તુનો સ્વભાવ ફર્યો નથી. ને પર્યાયોના ક્રમની ધારા તૂટી નથી. દ્રવ્યના આવા... આવા સ્વભાવનો સ્વીકાર કરતાં પર્યાયની નિર્મળ ધારા શરૂ થઈ ગઈ ને જ્ઞાનાદિનો અનંતો પુરુષાર્થ તેમાં ભેગો જ આવી ગયો.
સ્વ. કે ૫૨ કોઈ દ્રવ્યને, કોઈ ગુણને કે કોઈ પર્યાય ને ફેરવવાની બુદ્ધિ જ્યાં ન રહી ત્યાં જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી ગયું એટલે એકલો વીતરાગી જ્ઞાતા ભાવ જ રહી ગયો, તેને અલ્પકાળમાં મુક્તિ થાય જ. બસ ! જ્ઞાનમાં જ્ઞાતાદષ્ટાપણું રહેવું તે જ સ્વરૂપ છે, તે જ બધાનો સાર છે. અંતરની આ વાત જેને ખ્યાલમાં ન આવે તેને ક્યાંક ૫૨માં કે પર્યાયમાં ફેરફાર કરવાનું મન થાય છે. જ્ઞાતાભાવને ચૂકીને ક્યાંય પણ ફેરફાર કરવાની બુદ્ધિ તે મિથ્યાબુદ્ધિ છે. ૨૬૩.
*
પ્રશ્ન:- હું જાણનાર જ છું એવું જોર આવતું નથી તે કેમ આવે ?
ઉત્તરઃ- જોર પોતે કરતો નથી તેથી આવતું નથી. બહારના સંસારના પ્રસંગોમાં કેટલી હોંશ ને ઉત્સાહ આવે છે! એમ અંદરમાં પોતાના સ્વભાવની હોંશ ને ઉત્સાહ આવવો જોઈએ. ૨૬૪.
*
ભાઈ ! તારું રૂપ તો ભગવાન સ્વરૂપ છે ને! પ૨માત્મસ્વરૂપ તું છો. જિનસ્વરૂપ જ આત્મા છે. વીતરાગ અકષાયમૂર્તિ જ આત્મા છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com