________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[ ૬૯ પૂ. ગુરુદેવશ્રીઃ ના, એ તો રાગ છે. એ વ્રત, તપ આદિના રાગને પોતાનો માનવો એ મિથ્યાત્વ છે, ગુન્હો છે, ભ્રમણા છે.
ડો. ગાંગુલી: તો સાધારણ જીવોને એ વ્રતાદિ કરવા તો ઠીક છે ને!
પૂ. ગુરુદેવશ્રીઃ નહિ, સાધારણને પણ એ વ્રતાદિથી ધર્મ નથી, એનાથી જન્મ-મરણનો અંત આવતો નથી. તેમાં લાભ બુદ્ધિથી જન્મ મરણ વધે છે. ર૬૧.
ડો. ગાંગુલી! આત્મજ્ઞાન થવાથી એ વ્રતાદિ રાગ છે એમ ભાસે છે પણ પહેલા તો જલ્દી આત્મજ્ઞાન થતું નથી ને?
પૂ. ગુરુદેવશ્રી જલ્દીનો અર્થ એનો અભ્યાસ કરવો જોઈએ. રાગ શું છે? આત્મા શું છે? હું કાયમી ટકનાર ચીજ કેવી છું? વિગેરે અભ્યાસ કરી જ્ઞાન કરી રાગથી ભિન્ન આત્માનો અનુભવ કરવો એ પહેલી વસ્તુ છે. આત્માને જાણ્યા વિનાના એના ક્રિયાકાંડ બધા રણમાં પોક મૂકવા સમાન છે. આત્મા અંદર આનંદસ્વરૂપ ભગવાન ચૈતન્યતેજનો પુંજ પ્રભુ છે. તેનું જ્ઞાન ન હોય. અંદર દશાનું વેદન ન હોય ત્યાં સુધી એના ક્રિયાકાંડ બધાં જpઠા છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું દુર્લભ છે. પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. ર૬ર.
પ્રશ્ન:- આત્મા પરમાં તો કાંઈ ફેરફાર ન કરી શકે એ તો ઠીક, પણ પોતાની પર્યાયોમાં ફેરફાર કરવામાં પણ તેનો કાબુ નહિ?
ઉત્તર:- અરે ભાઈ ! જ્યાં દ્રવ્યને નક્કી કર્યું ત્યાં વર્તમાન પર્યાય પોતે દ્રવ્યમાં વળી જ ગઈ. પછી તારે કોને ફેરવવું છે? મારી પર્યાય દ્રવ્યમાં અંતર્મુખ થઈ ગઈ, તે પર્યાય હવે કમેક્રમે નિર્મળ જ થયા કરે છે અને શાંતિ વધતી જાય છે. આ રીતે પર્યાય પોતે જ્યાં દ્રવ્યમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com