________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮]
ગમસાર
છે, ઇન્દ્રિય જ્ઞાનથી જાણવું થાય તે આત્મા નહીં. ૨૫૬.
ઇન્દ્રિયજ્ઞાનના જેને રસ ચઢયા છે તેને અતીન્દ્રિયજ્ઞાન થતું નથી.
૨૫૭.
સમ્યગ્દષ્ટિનું જ્ઞાન અતિ સૂક્ષ્મ છે તોપણ રાગ ને સ્વભાવ બે વચ્ચે સંધિ છે તેમાં જ્ઞાનની પર્યાયનો પ્રવેશ કરતાં પ્રથમ બુદ્ધિગમ્ય ભિન્નતા કરે છે. રાગને ને સ્વભાવને ખ્યાલમાં આવે એ રીતે બેને પ્રથમ છેદે. બુદ્ધિગમ્ય છેદ કરે એટલે ખ્યાલમાં આવે એ રીતે બેની ભિન્નતા કરે. સમ્યગ્દર્શન પામવાની ને સમ્યગ્દર્શનને રાખવાના માર્ગની આ વાત છે. આ વાત પ્રથમ સાંભળે, સાંભળીને વિચારે ને પછી પ્રયત્ન તો કરે. ૨૫૮.
કેવી રીતે ભિન્ન ભિન્ન કરે છે?-કે સ્વપરગ્રાહક લક્ષણ ચૈતન્યપ્રકાશ છે તે ચૈતન્યને જાણીને અને રાગને જાણીને ભિન્ન ભિન્ન રાખે છે. સ્વ-પર ગ્રાહક એવો જ્ઞાનપ્રકાશ સ્વને જાણે છે ને પરને પણ જાણે છે. પણ પરને જાણીને જુદો રાખે છે. ચૈતન્યલક્ષણ વડે તેને લક્ષિત કરતાં ધ્રુવના પૂર ઉપર લક્ષ જાય છે. ૨૫૯.
પહેલાં નક્કી તો કરે કે આમ જ વસ્તુ પ્રાપ્ત થાય એમ છે. બાકી વ્રત-તપ-ભક્તિ-યાત્રાથી કે પૈસા ખર્ચવાથી વસ્તુ પ્રાપ્ત થાય એમ નથી. ત્રિકાળી ટકતી અસંખ્ય પ્રદેશી શુદ્ધ વસ્તુ સર્વ કાળે પ્રત્યક્ષ છે એમ પહેલાં નક્કી કરવું. વસ્તુનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે, સ્વરૂપ પરોક્ષ ોઈ શકે જ નહીં. ર૬O.
ડો. ગાંગુલી: વ્રત-તપ-ત્યાગ કરવાથી આત્માના ઉપરની છાલ-મેલ નીકળી જાય છે ને?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com