________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૭
પરમાગમસાર] તે જોવા ભગવાન રોકાતા નથી. તેમ સમ્યગ્દષ્ટિને પણ વિકલ્પ ઊઠ્યો ને વાણી નીકળી પણ કોને લાભ થયો. કેટલો લાભ થયો તે જોતા નથી. પોતાના આત્મામાં જોવે છે. ર૫૩.
આ આત્મા સ્પર્શ રસ આદિ વિનાનો ને પુદ્ગલ તથા બીજા ચાર અજીવ છે, તેનાથી ભિન્ન છે, તેને ભિન્ન પાડવાનું સાધન તો ચેતના ગુણમયપણું છે રાગ અને વિકલ્પથી પણ ભિન્ન પાડવાનું સાધન તો ચેતનાગુણમયપણું છે. જાણન શક્તિ ચેતનાગુણમય શક્તિ તે આત્માને બીજા દ્રવ્યથી ભિન્ન પાડવાનું સાધન છે. ૨૫૪.
ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપે બિરાજમાન છે તેને અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય પણ તેને ઈન્દ્રિયો વડ જાણવાનું થતું નથી. ઈન્દ્રિયો વડે જાણવાનું કાર્ય તેને થતું નથી. તેને એટલે કે જ્ઞાયક આત્માને લિંગો વડ એટલે કે પાંચ-ઈન્દ્રિયો વડે જાણવું થતું નથી. ઈન્દ્રિય વડે જાણવાનું કામ કરે તે આત્મા નથી, ઇન્દ્રિય અણાત્મા છે, તેથી તે વડે જાણવાનું કાર્ય કરે તે જ્ઞાન જ અણાત્મા છે, શાસ્ત્ર સાંભળે ને તે વડ જે જ્ઞાન થાય તે જ્ઞાનને આત્મા કહેતાં નથી. શાસ્ત્ર સાંભળતાં ખ્યાલમાં આવે કે આમ કહે છે-એમ જે જાણવું થયું તે ઇન્દ્રિય વડે થયું હોવાથી તેને આત્મા કહેતાં નથી. ૨૫૫.
અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા છે, ઇન્દ્રિય જ્ઞાનમય નથી. ઇન્દ્રિયોથી શાસ્ત્રો વાંચ્યા, સાંભળ્યા તે જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન નહીં, તે આત્મજ્ઞાન નહીં, તે તો ખંડ-ખંડ જ્ઞાન છે. ૧૧ અંગ ને ૯ પૂર્વનું જ્ઞાન પરસત્તા અવલંબી જ્ઞાન છે. તે બંધનું કારણ છે. અહીં પરમાત્મા એમ ફરમાવે છે કે પ્રભુ! એકવાર સાંભળ, આત્માને અતીન્દ્રિયજ્ઞાનથી જાણવું થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com