________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પરમાગમસાર
ચૈતન્યવસ્તુને પકડીને પરિણમે ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય એ ખરો ત્યાગ છે. ૨૪૮.
*
રાગને જાણતાં જ્ઞાન મલિન થતું નથી, પણ રાગને પોતાનો માનતા જ્ઞાન મલિન થાય છે. રાગ મારો છે તેમ માનનાર પોતાના જીવને મારે છે અને રાગ મારો નથી તેમ માનનાર પોતાના જીવને બચાવે છે. ૨૪૯.
*
પુણ્ય-પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ વેદે છે, પણ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. મિથ્યાત્વભાવ તે કષાયખાનું છે, મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું છે, તેનું જે પોષણ કરે છે તેણે કષાયખાના માંડયા છે. ૨૫૦.
*
પર્યાયદષ્ટિવાળો જીવ દયા-દાન, પૂજા-ભક્તિ, યાત્રા, પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભભાવોનો કર્તા થઈ, બીજા કરતાં પોતે કાંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વભાવને દઢ કરે છે અને નિશ્ચયસ્વરૂપ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ જાણતો નથી. ૨૫૧.
*
પ્રશ્ન:- તત્ત્વનું શ્રવણ-મનન કરવા છતાં સમ્યગ્દર્શન કેમ થતું નથી ?
ઉત્તર:- ખરેખર અંતરથી રાગના દુ:ખનો થાક લાગ્યો નથી એટલે તેને વિસામાનું સ્થાન-શાંતિનું સ્થાન હાથ આવતું નથી. ખરેખર અંદરથી દુઃખનો થાક લાગે છે તેને અંદરમાં જતાં વિસામાનું સ્થાન હાથ આવે છે. સત્યના શોધવાવાળાને સત્ય મળે નહીં એમ બનતું નથી. ૨૫૨.
*
ભગવાને ઉપદેશ આપ્યો પણ શાસનનું શું થયું કે કોને લાભ થયો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com