________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[ ૬૫
દેહ તો તને છોડશે જ પણ તું દેહને ( દષ્ટિમાં ) છોડ એની બલિહારી છે... આ તો શૂરવીરના ખેલ છે. ૨૪૩.
*
હે ભગવાન! આપે જે ચૈતન્યનો ભંડાર ખોલી દીધો છે તેની પાસે કોણ એવો હોય કે જેને ચક્રવર્તીનો વૈભવ પણ તરણા જેવો ન લાગે? અહા! અંતર અવલોકનમાં અમૃતરસ ઝરે છે અને બહારના અવલોકનમાં તો ઝેર અનુભવાય છે. ૨૪૪.
*
અશુભના ફળ પ્રત્યે જેને દ્વેષ છે તેણે અશુભભાવને હેય માન્યો નથી. શુભભાવના ફળમાં જેને ગલગલીયાં થઈ જાય છે અને મીઠાશ આવે છે તેણે શુભભાવને હૈય માન્યો નથી. ૨૪૫.
*
જાય કે
બ્રહ્મચર્ય આદિ વ્રત લે, કપડા આદિ છોડે ત્યાં તો તેને એમ થઈ કાંઈક ધર્મમાં આગળ વધ્યો ! પણ આત્માના ભાન વિના ઉલટું શલ્ય વધાર્યું છે, મિથ્યાત્વની પુષ્ટિ કરી છે. ૨૪૬.
*
એકવાર અંદરમાં નજર કર કે હું પણ સિદ્ધની જેમ અશરીરી છું, શરીરને સ્પર્શતો જ નથી, અત્યારે જ શરીરથી છૂટો છું, એમ શ્રદ્ધા નહીં કરે તો જ્યારે શરીરથી છૂટો પડશે ત્યારે એની લાળ શરીરમાં જ લંબાશે.
૨૪૭.
*
ભાઈ ! સંયોગોનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડયો ? બહારમાં ઓછા-વધતા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય. અને કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય, અને તારો પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com