________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ પરમાગમસાર
બીજા જીવને નિંદા કરવાનો ભાવ એ તો આસ્રવ છે અને કાગળમાં લખાણ આવે એ પણ પુદ્દગલની પર્યાય છે. એમાં સામો જીવ ક્યાંય આવતો નથી અને અહીં વિકલ્પ ઉઠે અસ્થિરતાનો એ કયાં આત્મા છે?
ઈ તો આસ્રવ છે. આ રીતે જ્ઞાની, સામો ગમે તેવો વિરોધી જીવ હોય તોપણ એને પૂર્ણ આત્મા તરીકે જ જુએ છે, આનું નામ વીતરાગી સમતા છે. આવા જ્ઞાન વિના સહજ સમતા થઈ શકે નહીં. ૨૩૭.
*
મરણ થવા છતાં જેની કિંમત કરી હશે તે નહીં છૂટે. રાગ-દ્વેષ અને સંયોગની કિંમત કરી હશે તો તે નહીં છૂટે, આત્માની કિંમત કરી હશે તો તે નહીં છૂટે, જેનું મૂલ્ય આવ્યું હશે તે છૂટશે નહીં. ૨૩૮.
*
જે વિચિક્ષણતા આત્માને દુ:ખથી મુક્ત ન કરે તે વિચક્ષણતા શેની ? ૨૩૯.
ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે. આ તો કમાવાનો કાળ છે, આત્માના આનંદને કમાવાનો કાળ છે એને ચૂકીશ નહીં. ૨૪૦.
*
શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે અને પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે. ૨૪૧.
*
જેણે જીવન કાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે. અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે તેને તેના વિયોગ કાળે ખેદ નહિ થાય. ૨૪૨.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com