________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૩
પરમાગમસાર]
સુખને જગત ઇચ્છે છે, પણ સુખના કારણને જાણતું નથી. દુઃખને લેશ માત્ર જગત જીવો ઇચ્છતાં નથી, પણ દુઃખના કારણમાં લીન છે. ૨૩૦.
દુર્ધર, દુષ્કર જો કાંઈપણ હોય તો તે આત્માનો પુરુષાર્થ છે. બાકી બધું થોથે થોથા છે. ઉત્તમમાં ઉત્તમ પણ એ જ છે. ૨૩૧.
વિચારમાં ઉભો છે તેને ભક્તિ આદિનો રાગ આવ્યા વિના રહે જ નહીં. એવો જ સ્વભાવ છે. ભક્તિ આદિનો રાગ હોય છે છતાં હેય છે. ર૩ર.
જેને માથે જન્મ-મરણની ડાંગુ તોળાઈ રહી છે અને તે સંયોગોમાં રાજીપો માની રહ્યો છે તે પાગલ છે. ૨૩૩.
સને માટે આખું જગત વેચાઈ જાવ, આખું જગત જાવ, પણ આત્મા જતો ન કરાય. ૨૩૪.
ભગવાનની મૂર્તિની જેમ ભગવાનના આગમનું બહુમાન જોઈએ. આગમ એ મુનિઓનો અક્ષરદેહ છે. ૨૩૫.
જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યપણે પરિણમે છે, ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. ૨૩૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com