________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પરમાગમસાર
૬૨ ]
પુણ્યના કાર્યમાં કર્તાબુદ્ધિ ન હોય. ૨૨૩.
*
સમકિતીની આખી દુનિયામાંથી રુચિ ઉડી ગઈ છે. એક આત્મામાં જ રુચિ છે, એક આત્માને જ ઠરવાનું ઠામ જાણે છે. ફરી ફરીને એક આત્મા તરફ જ તેની પરિણતિ આવે છે. ૨૨૪.
*
પુણ્યથી આત્મા પમાય ઈ આત્માને ગાળ આપે છે એને પામવાનું સાધન તો એની અંદરમાં પડયું છે, ઈ કાંઈ પાંગળો નથી. ૨૨૫.
*
ભગવાન આત્મામાં એકાકાર થવું, વીંટાઈ જવું એનું નામ વ્રત છે.
૨૨૬.
*
આત્મા આનંદસ્વરૂપ છે. એના ભાન વિના વ્રત, જપ ને તપ ઈ બધું “વર વિનાની જાન ” જેવું છે. ૨૨૭.
k
*
જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્ય-પાપમાં સુખ નથી-એમ અંતરમાં ભાસે નહીં, ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જંપલાવે નહીં. ૨૨૮.
*
આ વાત સમજવામાં અનંતો પુરુષાર્થ જોઈએ, ઘણી અંદરમાં પાત્રતા જોઈએ, બધેથી સુખબુદ્ધિ ઉડી જવી જોઈએ, એની ઘણી પાત્રતા જોઈએ. એની પર્યાયમાં ઘણી યોગ્યતા જોઈએ છે. શ્રીમદ્દ કહે છે કે તું તારા દોષથી દુ:ખી થઈ રહ્યો છે, તારો દોષ એટલો કે ૫૨ને પોતાનું માનવું ને પોતાને ભૂલી જવું. ૨૨૯.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com