________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમસાર ]
[ ૬૧
પહેલાં સમજણ તો કરે, સ્વભાવનો પક્ષ તો કરે, કે રાગ અને નિમિત્ત તરફ ઢળવા જેવું નથી પણ સ્વભાવ તરફ જ ઢળવા જેવું છે, એમ પાકો નિર્ણય તો કરે. નિર્ણયનો વજનો સ્થંભ તો નાખે,.... એ વિના એકેય પગલું જવાય તેમ નથી. ૨૧૮.
*
જિતના સામર્થ્ય દ્રવ્યમેં પડા હૈ, ઉતના સામર્થ્ય દૃષ્ટિમેં ન આવે તબ તક નિર્વિકલ્પ દૃષ્ટિ નહીં હોતી. ૨૧૯.
*
જે બહારની સગવડતા એને અગવડતા એને અગવડતા માને છે, શરીર સ્વરૂપ જ માને છે. ૨૨૦.
*
સગવડતા માને છે, બહારની પ્રગટપણે ભગવાનને ( આત્માને )
ધર્મીનું ચિત્ત આત્મા સિવાય બીજે ક્યાંય ચોંટતું નથી. સંસારમાં બધે ઉ૫૨ ઉ૫૨થી નજર કરે છે, પણ ચિત્ત ક્યાંય ચોંટતું નથી. માખીને સાકરના સ્વાદમાં ચિત્ત ચોંટયું છે તેથી પાંખને ભીંસ આવે પણ ત્યાંથી ખસતી નથી, તેમ ધર્મીનું ચિત્ત આત્મામાં ચોંટયું છે. પ્રતિકૂળતા આવે, બહારની ભીંસ આવે પણ આત્મામાંથી ચિત્ત ખસતું નથી. દુનિયાને ભલે ધર્મી ગાંડા જેવો લાગે, પાગલ લાગે. ૨૨૧.
*
સર્વજ્ઞ-સર્વદર્શી ઈ શબ્દ જ્યાં સામે આવે છે ને ત્યાં આહાહા ! આખી વસ્તુ સર્વજ્ઞ અને સર્વદર્શી છે ઈ આખી તરવરે છે. ૨૨૨.
*
પુણ્યના પરિણામનું કામ સર્વજ્ઞને સોંપાય ? ચક્રવર્તીને વાશીદાનું કામ ન સોંપાય. તેમ આત્મા સર્વજ્ઞસ્વભાવી છે. એવું ભાન થયું એને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com